ભરૂચ જિલ્લા સહિત અંકલેશ્વર પંથકમાં અંતરિયાળ ગામોમાં રાજયમાં દારૂબંધી હોવા છતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અને પોતાના આર્થિક ફાયદા માટે વેચાણ કરવામાં આવે છે. મોટા મોટા બુટલેગરો પાસેથી પણ નાના બુટલેગરો દારૂનો જથ્થો મંગાવી અને વેચાણ કરતાં રાજયમાં દારૂનું વેચાણ વધવા પામ્યું છે.
અંક્લેશ્વર વિસ્તારમાં પોલીસનાં માણસો નાઇટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે અંક્લેશ્વર તાલુકાના હજાત ગામના બુટલેગર દશરથ ઉફે દશુ બાલુભાઈ વસાવા એ અંક્લેશ્વર તાલુકાના હજાત ગામે તળાવની પાળ પાસે બાવળોની ઝાડીઓમા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો વેચાણ કરવા માટે લાવી છુપાવી રાખેલ છે જે મળેલ હકીકત આધારે એલ.સી.બી ટીમે હજાત ગામે રેડ કરતા દારૂનો જથ્થો સગેવગે કરતા દરમ્યાન બુટલેગર દશરથ ઉફે દશુ બાલુભાઈ વસાવાને ગેરકાયદેસરના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ -૯૮૪ જેની કી.રૂ.૦૧,૧૨,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી પકડાયેલ બુટલેગર વિરુધ્ધમા તથા દારૂનો જથ્થો મોકલનાર વોન્ટેડ આરોપી ગોપી મારવાડી વિરુધ્ધ અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.