મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીએ વધુ એક ફટકો આપ્યો છે. સબસિડી વગરના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા 15 દિવસમાં બીજી વખત એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 18 ઓગસ્ટના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
હવે બિન સબસિડી વગરનું સિલિન્ડર રાજધાની દિલ્હીમાં 884.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ઘરેલું ગેસ સિલિન્ડર જ નહીં પણ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 15 દિવસમાં રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયાથી વધીને 884.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરની નવી કિંમત 911 રૂપિયા થઈ ગઈ છે.રાજધાની દિલ્હીમાં 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમત 1693 રૂપિયા છે. તેની કિંમત મુંબઈમાં 1649 રૂપિયા અને કોલકાતામાં 1772 રૂપિયા છે.
મહિનાના આ વર્ષે જાન્યુઆરીમાં રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી, જે વધીને 884.50 રૂપિયા થઈ ગઈ છે. તે જ વર્ષે, સિલિન્ડરની કિંમતમાં 190.50 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો હતો. મે અને જૂનમાં કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ છેલ્લા 15 દિવસમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે.