Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પાલેજ નવીનગરી કૃષ્ણ યુવક મંડળ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ.

Share

પાલેજ સ્થિત નવીનગરી કૃષ્ણ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. પાલેજ રામજી મંદિરમાં પણ કૃષ્ણ જન્મ જ્યંતીની ઉજવણી ખુબ જ ઉત્સાહ ભેર ભક્તોએ પૂજા અર્ચના કરી હતી.

રાત્રે જન્મ સમયે ખુબ જ આનંદ પૂર્વક જય કનૈયા લાલ કી નો ઘોષનાદ કરી ઉજવણી કરી હતી. પાલેજ સહિત આસપાસમાં ગ્રામ્ય વિસ્તારમાં સીમાલિયા, કીશનાડ તેમજ અન્ય ગામોમાં પણ ઉજવણી કરવામાં આવી હતી.

મંદિરોને લાઇટિંગ તેમજ આસોપાલવ અને ગુલાબના ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતાં. રાત્રે 12 વાગ્યાના સુમારે મંદિરોમાં હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ના નાદથી પાલેજના મંદિરો ગુંજી ઉઠ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃસંસ્થા) ગોધરા એકમની પ્રથમ કારોબારીની બેઠક મળી.

ProudOfGujarat

ગુજરાતથી અમેરીકા જતા ગુમ થયેલા 9 લોકોના મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

ProudOfGujarat

વાગરાની દહેજ GIDC અદાણી પાવર લી. કંપનીને રેતી ખનન મામલે 16 કરોડનો દંડ ફટકારવામાં આવતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!