આજરોજ એકાએક વાતાવરણમાં પલટો જોવાં મળ્યો છે. ત્યારે ભરૂચ જીલ્લામાં આવેલ સ્ટેશન નીચે કસક ગળનાળામાં રહેતા એક ભિખારીની મૃત અવસ્થાની બોડી જોવા મળી હતી જેની જાણ સ્મશાનગૃહના સંચાલકોને થતાં તેની બોડી મેળવી અને તેના અંતિસંસ્કારની તૈયારીઓ હાથ ધરી હતી જે ઘણી સરાહનીય બાબત છે.
ભરૂચ જીલ્લામાં કસક વિસ્તારમાં અસંખ્ય ભિખારીઓ ખુલ્લામાં વસવાટ કરતાં હોય છે અને વરસાદથી બચવા તેઓ કસક ગળનાળામાં બનાવમાં આવેલ વોકિંગ વે માં પોતાનો ગુજારો કરતા હોય છે ત્યારે તેઓના ઘરના કોઈ ઠેકાણું હોતું નથી અને વર્ષોથી જ ત્યાં વસવાટ કરતા હોય છે ત્યારે એક અજાણ્યા વૃધ્ધ ભિક્ષુક ત્યાં એકાએક મૃત્યુ પામ્યો હતો જેની જાણ ભરૂચ સ્મશાન ગૃહના સંચાલકોને થતાં સ્મશાન ધામના સંચાલક ધર્મેશ સોલંકી તેમની ટીમ સાથે સ્થળ પર પહોચ્યા હતા અને મૃત બોડીનો કબ્જો પોતાના હસ્તક કરી અને તેના અંતિસંસ્કારની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી જે ઘણી સરાહનીય બાબત છે.