Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેવડિયા ખાતે દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા પધારેલા વિવિધ રાજ્યોના મંત્રીઓ-વરિષ્ઠ સચિવઓ સહિતના મહાનુભાવોએ વિવિધ પ્રવાસન પ્રોજેક્ટસની લીધેલી મુલાકાત.

Share

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે યોજાયેલી દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા પધારેલા વિવિધ રાજ્યોના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીઓ, વરિષ્ઠ સચિવઓ, નિયામકઓ સહિતના મહાનુભાવોએ આજે બપોર બાદ ગુજરાતના આદિજાતી કલ્યાણ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાના નેતૃત્વમાં કેવડિયા ખાતેના વિવિધ પ્રવાસન પ્રોજેક્ટસની મુલાકાત લઇ અત્યંત પ્રભાવિત થયા હતાં.

કેવડિયા ટેન્ટસીટી-૨ ખાતેથી બે જૂથમાં પ્રારંભાયેલા ઉક્ત પ્રવાસમાં ગુજરાતના મંત્રી ગણપતસિંહ વસાવાની સાથે સચિવ કે.કે. નિરાલા, નિયામક ડી.એન.મોદી, SOUADTGA ના અધિક કલેક્ટર હિમાંશુ પરીખ અને ઋષિ ભટ્ટ પણ જોડાયાં હતાં.

મહાનુભાવોના આ જૂથોએ ચિલ્ડ્રન-ન્યટ્રીશન પાર્ક, આરોગ્યવન, જંગલ સફારી પાર્ક, ડેમ લાઇટ એન્ડ સાઉન્ડ-શો, ગ્લો ગાર્ડન વગેરેની મુલાકાત લીધી હતી. તદઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેશર-પ્રોજેકશન મેપીંગ-શો પણ નિહાળ્યો હતો. ઉક્ત વિવિધ પ્રવાસન પ્રોજેક્ટસની મુલાકાત દરમિયાન વન વિભાગ સહિત સંબંધિત અન્ય વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી જે તે પ્રોજેક્ટસ અંગેની મુલાકાતી મહાનુભાવોને જરૂરી જાણકારી આપી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વાંકલ: માંગરોળ પંથકમાં ભેંસોની ચોરી કરતી ટોળકી સક્રિય: વેરાકુઈ ગામેથી રાત્રી દરમિયાન આંગણામાં બાંધેલી ભેંસો ચોરી ગયા..!

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ આઈ વોર્ડની હાલત ખુબ જ દયનીય છે.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 21 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2199 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!