Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી : ગણપતસિંહ વસાવાએ આવકાર્યા

Share

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પદપૂજા કરીને ભાવાંજલી અર્પી હતી. આ મુલાકાત દરમ્યાન કેન્દ્રીય રાજયમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતભાઈ વસાવા, રાજયમંત્રી વિભાવરીબેન દવે,કેન્દ્રીય સચિવ શ્રી પાંડે અને રાજ્યના સચિવ કે.કે.નિરાલા, SOUDTGA ના CEO રવિ શંકર સાથે જોડાયા હતા.સરદાર સાહેબને ભાવાંજલિ આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક સરદાર સાહેબને અનુસરવાની પ્રેરણા લેશે ત્યારે મજબૂત, સંવેદનસભર અને ધબકતા રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ માત્ર સ્મારક નથી તે વિશ્વની સૌથી યુવાન લોકશાહી માટે નાગરિકતાનાં માર્ગનો પ્રેરણાસ્ત્રોત છે, તેની છત્રછાયામાં મુક્તિ અને ગર્વની અનુભૂતિ થાય છે, એકતામાં શ્રેષ્ઠતાનું તે સાચા અર્થમાં ઉત્તમ પ્રતિક છે.સરદાર સાહેબને મારી હાર્દિક વંદના.

Advertisement

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે યોજાયેલી દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની આજે મોડી સાંજે કેવડીયા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા ગુજરાતના આદિજાતિ કલ્યાણ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ શ્રીમતી સ્મૃતિ ઈરાનીનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતાં. કેન્દ્રીય મંત્રી શ્રીમતી ઇરાની સાથે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે પણ તેમની સાથે વડોદરાથી આ પ્રવાસમાં જોડાયાં હતાં.આ સ્વાગતમાં ગુજરાતના સચિવ કે.કે નિરાલા, SOUADTGA ના CEO રવિશંકરે પણ કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કર્યું હતું.કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવનિર્મિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન “રેડિયો યુનિટી 90 FM ની મુલાકાત લઈને વાર્તાલાપ કર્યો હતો. વાર્તાલાપમાં તેમના વિભાગને લગતા તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારે કરેલ કાર્યો પર ચર્ચા કરી હતી તેમજ રેડિયો જોકી તરીકે કામ કરતા તમામ RJ નાં પ્રશ્નોનો વિસ્તારપૂર્વક જવાબ આપ્યો હતો.અંતમાં તમામ સ્થાનિક RJ પાસેથી અપાયેલ તાલીમ અંગે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે RJ નિલમ, RJ ગુરૂ, RJ હેતલ અને RJ ગંગા, RJ સમાને અભિનંદન આપ્યા હતાં. તેમજ ગાઈડ મિત્રો સંસ્કૃતમાં વાર્તાલાપ કરે છે તેની નોંધ પ્રધાનમંત્રીનાં “મન-કી-બાત” કાર્યક્રમમાં લેવાઈ તે બદલ અભિનંદન પાઠવી દેશની સંસ્કૃતિને આગળ વધારવા માટે કોમ્યુનિટી રેડીયોના RJ ને અભિનંદન આપી સરાહના કરી હતી.

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઝુબીન ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની બાજુમાં મહિલા અને બાળ સશક્તિકરણ વનના ઉછેર માટે વૃક્ષારોપણ કર્યું હતું. આ મહિલા અને બાળ સશક્તિકરણ વનને સમગ્ર દેશ માટે પોષણ વાટિકાનું મોડેલ બનાવીને દેશના તમામ રાજ્યોમાં મહિલા અને બાળ પોષણને વેગ આપવા આ પ્રકારની પોષણ વાટિકાઓ ઉછેરવાની પ્રેરણા આપશે.સહી પોષણ દેશ રોશનના સૂત્રને હાર્દમાં રાખીને યોજવામાં આવેલી રાષ્ટ્રીય મહિલા અને બાળ વિકાસ પરિષદના પ્રારંભ પહેલા વિવિધ રાજ્યોના પરિષદમાં ભાગ લેવા આવેલા મંત્રીઓ અને પ્રતિનિધિઓ રોપ વાવેતરમાં જોડાયા હતા.ભારત સરકારના રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો.મહેન્દ્ર મૂંજપરા, ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા અને મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ પોષણ વાટિકાના ઉછેર માટે રોપો વાવ્યો હતો.
સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદ પૂજા કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો.


Share

Related posts

શહેરા પંથકમા રિટાયર્ડ પોલીસકર્મીઓએ લાલચમાં આવી નાણા રોકતા પસ્તાવાનો વારો આવ્યો

ProudOfGujarat

ભરૂચમાં બર્ડ ફલુની દહેશતને લઇ તંત્ર એલર્ટ…

ProudOfGujarat

ઝઘડિયાના રાણીપુરા ગામે પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા ૬૧૦ વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!