Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરાઈ

Share

-રાધાવલ્લભ મંદિરે સોશીયલ ડિસ્ટન્સિંગ સાથે લોકોને કૃષ્ણના બાળસ્વરૂપના દર્શનનો લ્હાવો લીધો….

સોમવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી અંકલેશ્વરમાં ઘરે-ઘરે કરવામાં આવી હતી. કોરોનાવાયરસની પરિસ્થિતિ જોતા જાહેર ઉજવણી પર રોક હતી છતાં પણ લોકોએ શ્રદ્ધાભેર પોતપોતાના ઘરે શ્રી કૃષ્ણ જન્મોત્સવને વધાવ્યો હતો.

Advertisement

ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસનો હરખ દરેકને હોય છે. પ્રતિવર્ષ અંકલેશ્વર શહેર તાલુકા વિસ્તારમાં શ્રીકૃષ્ણ ભગવાનના જન્મોત્સવ માટે લોકોની તૈયારીઓ દિવસો પહેલાથી શરૂ થઈ જતી હોય છે. ખાસ કરીને અંકલેશ્વર શહેરમાં આવેલી હવેલીઓ તેમજ મંદિરોમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા માટે લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે કોરોનાવાયરસની મહામારીના કારણે અને જાહેર સમારંભો, દહીંહાંડી, મટકીફોડ જેવા કાર્યક્રમો પર પ્રતિબંધના કારણે લોકોએ ઘરે જ શ્રીકૃષ્ણના જન્મને વધાવવાનું પસંદ કર્યું હતું.

અંકલેશ્વર પંચાયતી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિર ખાતે જોકે પ્રતિવર્ષની પરંપરા મુજબ શ્રીકૃષ્ણના જન્મને અલૌકિક શણગાર વડે વધાવવામાં આવ્યો હતો જેમાં તમામ નીતિ નિયમો અને સામાજિક અંતર જાળવી રાખવા તેમજ માસ્ક પહેરવા સાથેના નિયમો સાથે બાળકૃષ્ણના જન્મનો પ્રસંગ ભાવિક ભક્તોને માટે રાખવામાં આવ્યો હતો. જેનો લાભ પ્રતિ વર્ષ કરતા ઓછી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.


Share

Related posts

અમદાવાદ ખાતે રાજ્ય પોલીસની ડી.જી.પી. કપ ફાઈનલમાં રનર્સઅપ થતી વડોદરા રેન્જ ક્રિકેટ ટીમ.

ProudOfGujarat

ભરૂચ : કોરોના વાઇરસ સામેની લડતને મજબૂતી મળે તે માટે ઝઘડિયા સ્થિત લેંક્સેસ કંપનીએ કોમર્શિયલ સોશિયલ રિસ્પોન્સીબિલિટી અંતર્ગત પીએમ કેયર્સમાં 2 કરોડનું દાન કર્યું છે.

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાની દેશી અને વિદેશી તસવીરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!