Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા લસકાણા પ્રાથમિક શાળામાં યોજાઈ.

Share

સુરત જિલ્લાના કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા સંઘ પ્રમુખ અશ્વિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લસકાણા પ્રાથમિક શાળામાં રાખવામાં આવી હતી. જેમાં ઘટક સંઘના તમામ હોદેદારો, શિક્ષક સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી તથા તમામ કારોબારી સભ્યો અને કેન્દ્ર શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી સભાની શરૂઆત શિક્ષક પરિવારના સ્વર્ગસ્થ સ્વજનોના આત્માની શાંતી માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટક સંઘના મહામંત્રી સિરાજભાઈ મુલતાનીએ એજેન્ડા મુજબના કામોની ચર્ચા કરી. ગત કારોબારી સભાની કાર્યવાહી વંચાણે લેવામાં આવી. હાલની કોરોના મહામારીને કારણે શાળા બંધ છે, શિક્ષણ નહીં, જે અંતર્ગત હોમ લર્નિંગ બાબતે ચર્ચા કરવામાં આવી. સરકારની નવી પહેલ સ્કૂલ ઓફ એકસેલન્સ બાબતે બધાને વિશેષ માહિતી આપવામાં આવી. છેલ્લા ત્રણ માસમાં સંગઠન દ્વારા થયેલ કામો વિષે બધાને માહિતગાર કરવામાં આવ્યા હતા. શિક્ષક સજજતા સર્વેક્ષણ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. રાજ્ય સંઘની અપીલને માન આપી બહોળી સંખ્યામાં શિક્ષકોએ ભાગ લીધો તે માટે પ્રમુખએ સૌનો આભાર માની સૌને અભિનંદન પાઠવ્યા હતાં. ત્યારબાદ ઉચ્ચતર પગાર ધોરણના અને સળંગ નોકરીના કેસો વિશે ચર્ચાઓ કરવામાં આવી. જે શિક્ષક મિત્રોની સર્વિસબુક મંજુર થઇને આવી ગઈ છે એમને એરિયર્સ બિલ ચૂકવવા બાબતે ચર્ચા કરવામાં આવી. તમામ પ્રકારના થઈ રહેલ પ્રગતિના કાર્યોની સમીક્ષા કરવામાં આવી. સંગઠનની ટીમ દ્વારા શિક્ષકોના હિત માટે હર હંમેશ આગળ રહી અને શિક્ષકોને સંપૂર્ણ ન્યાય આપવા માટે કટિબદ્ધતા દર્શાવવામાં આવી. શિક્ષકોને બી.એલ.ઓ ના ઓર્ડર રોટેશન બાબતે ચર્ચા કરવામાં આવી. શિક્ષકોના ઇન્કમટેક્સ બાબતનાં પ્રશ્નો વિષે ચર્ચા કરવામાં આવી.

સંગઠનનાં પ્રમૂખ અશ્વિનભાઈ પટેલે દરેક શિક્ષક મિત્રોને સંગઠન દ્વારા થતાં કામો વિષે માહિતગાર કર્યા હતા. જેમાં શાળા મર્જ બાબતે ખૂબ વિકટ પ્રશ્ન આપણે બધાએ સામનો કરવાનો છે તે બાબતે આપણે મનોમંથન કરવું જરૂરી છે. શિક્ષકોના તમામ પડતર પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. દરેક કારોબારી સભ્યોને પોતાનો પ્રશ્ન રજૂ કરવાની પુરે પુરી તકો આપવામાં આવી. કારોબારી સભ્યોને ઓફિસમાં ચાલી રહેલા કામો વિશે જણાવવામાં આવ્યું. સંઘનાં પ્રમુખ અશ્વિનભાઈ અને મહામંત્રી સિરાજભાઇ દ્રારા સંગઠનનાં દરેક પ્રકારનાં કામો વિશે બધા સભ્યોને સમજ આપવામાં આવી હતી. સંગઠનનાં તમામ હોદેદારો અને સભ્યોની એકતાને કારણે કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સરળતાથી કામ કરી રહ્યો છે તેમ જણાવવામાં આવ્યું. અંતમાં પ્રમુખ સ્થાનેથી સ્વચ્છતા ગ્રાન્ટ, ઇન્ટરનેટ ગ્રાન્ટ, કેન્દ્ર શિક્ષક એલાઉન્સ બાબતે જિલ્લા સંઘ મારફતે રાજ્ય સંઘમાં રજુઆત કરવા ઠરાવો કરવામાં આવ્યા સાગરભાઈ ચૌહાણે આભારવિધિ કરી હતી સંચાલન કાનજી વેકરીયાએ કરેલ હતુ.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

માંગરોળ : વાંકલ ઝંખવાવ માર્ગ પર મોટા અવરોધક બમ્પ મુકવા માંગ કરાઈ.

ProudOfGujarat

ઝગડીયાના ભાલોદ ગામે શ્રીપરશુરામ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

વડોદરાના નવલખી મેદાનમાં રાત્રીના સમયે ત્રણ નરાધમ યુવાનોએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરીને ભાગી જતાં સગીરાએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!