Proud of Gujarat
FeaturedGujaratINDIA

જન્માષ્ટમીની ઉજવણી કરવા ડાકોર અને દ્વારકામાં ભક્તો ઉમટયા.

Share

ભગવાન કૃષ્ણના ભક્તો આ વર્ષે ધામધૂમથી જન્માષ્ટમી ઉજવવા માટે તૈયાર છે. મહત્વનું છે કે પાછલા વર્ષે કોરોના મહામારીને કારણે મંદિર બંધ રહેતા ભક્તો આવી શક્યા નહતા. પરંતુ આ વર્ષે કોરોના ગાઇડલાઇન સાથે મંદિર ચાલુ છે. દ્વારકામાં જન્માષ્ટમી ઉજવવા માટે ભક્તો પહોંચી ગયા છે. અનેક ભક્તો એક દિવસ પહેલા દ્વારકા પહોંચ્યા હતા અને આજે મંગળા આરતીનો લ્હાવો લીધો હતો. ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોના ઘોડાપુર ઉમટ્યું છે. ભગવાનના દર્શન કરવા માટે સવારથી ભક્તોની લાઇનો લાગી છે. મહત્વનું છે કે પાછલા વર્ષે કોરોનાને કારણે મંદિરના પટ ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા. આ વર્ષે ભક્તોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની સાથે દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે. આજે ડાકોરમાં રાત્રે ધામધુમથી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.

ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર સવારથી ઉમટી પડ્યું છે. ભક્તો ભગવાનની એક ઝલક મેળવવા માટે આવ્યા છે. ગયા વર્ષે કોરોનાના કારણે મંદિરના પટ ભકતો માટે બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે સરકારની ગાઈડલાઈન મુજબ ભક્તો દર્શન કરી શકે છે.કોરોનાની ગાઈડ લાઈન ભુલી અને ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા છે. આજે ડાકોરમાં ઠાકોરજીને વિવિધ પ્રકારના અભિષેક કરીને સ્નાન કરાવવામાં આવશે. વિવિધ શણગાર સજાવવામાં આવશે અને છપ્પનભોગ ધરાવવામાં આવશે. રાજા રણછોડ છે પ્રિય એવી મિશરીનો પણ ભોગ મંદિરમાં લગાવવામાં આવશે. ભક્તોની ગયા વર્ષે રાજા રણછોડના દર્શન નથી કરી શકયા તે કમી આ વર્ષે પૂર્ણ કરી રહ્યા છે.

Advertisement

દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 30 ઓગસ્ટે સવારે ભગવાનના દર્શનનો સમય સવારે 6 કલાકે મંગળા આરતી થઈ હતી. સવારે 6 થી 8 મંગળા દર્શનનો સમય રાખવામાં આવ્યો છે. 8 વાગ્યે શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન અને અભિષેક, 9 વાગ્યે અભિષેક પશ્ચાર્ત પૂજન(પટ/દર્શન) બંધ રહેશે. 10 વાગ્યે શ્રીજીને સ્નાન ભોગ અર્પણ, 10:30 કલાકે શ્રૃંગાર ભોગ અર્પણ, 11 કલાકે શ્રૃંગાર આરતી, 11-15 કલાકે ગ્વાલ ભોગ અર્પણ અને 12 કલાકે રાજભોગ અર્પણના દર્શન યોજાશે. બપોરે 1થી 5 અનોરસ(બંધ) રહેશે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા દર્શન માટે આવતા ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં આવતા ભક્તોએ ફરજીયાત માસ્ક પહેરવાનું છે.
આ સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાય રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શન કરવા આવતા લોકોની સુરક્ષા માટે 1300 પોલીસ જવાનો ખડેપગે છે. જેમાં 100 જેટલા પોલીસ અધિકારી અને 1200 પોલીસ જવાનો છે. તો હોમગાર્ડ અને જીઆરડી જવાનો પણ ખડેપગે છે.

આજે ડાકોર રણછોડજી મંદિરમાં જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાશે. વહેલી સવારે 6:30 વાગે નિજમંદિર ખોલાયા હતા 6:45 વાગ્યાના અરસામાં મંગળા આરતી દર્શન થયા નિત્ય ક્રમ અનુસાર સેવા થઈ. મંગળા આરતી બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ 9 વાગ્યાના અરસામાં ભગવાનની શણગાર આરતી કરવામાં આવશે આ સમયે ભગવાનને ખૂબ સુંદર રીતે શણગાર કરવામાં આવશે. 11:30 વાગે રાજભોગ આરતી થઈ 12:30 વાગ્યાના અરસામાં ભગવાન પોઢી જશે.

4:45 વાગે નિજ મંદિર ખુલી 5 વાગ્યાના અરસામાં ઉત્થાપન આરતી હશે. ત્યારબાદ સાંજે 6 વાગે ભગવાન શયન ભોગ આરોગવા બિરાજતા હોય 6:00 થી 6:30 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે 6:30 વાગે શયન આરતી ભગવાનની ઉતારવામાં આવશે ત્યારબાદ 7 વાગે ભગવાન શખડી ભોગ આરોગવા બિરાજતા હોય દર્શન બંધ રહેશે. ત્યારબાદ સાંજે 7:30 વાગે દર્શન ખુલતા સતત સવારના ૪ થી ૫ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. રાત્રે 12 વાગે ભગવાનના જન્મ સમયે રણછોડજીને કપાળ પર તિલક કરવામાં આવશે. ભગવાનના જન્મ બાદ ભગવાનને અભિયાંગ સ્નાન કરાવવામાં આવશે જેમાં કેસર,ચંદન,આમળા,અરીઠા અને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવશે.


Share

Related posts

અમદાવાદનાં મણિનગરમાં યુવતીની છેડતી કરતો વિધર્મી યુવક ઝડપાયો

ProudOfGujarat

ને.હા.48 પર નબીપુર પાસે ટેમ્પો, રીક્ષા અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે મોત

ProudOfGujarat

​સુરત મહાનગર પાલિકાના શાસકો દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં વેરા તથા અન્ય ટેક્સના વધારાને લઈ કોંગ્રેસ દ્વારા એક અઠવાડિયા પછી પણ ઉગ્ર દેખાવ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!