હિંદુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. ભગવાન વિષ્ણુના કૃષ્ણ આઠમા અવતાર હતા. જેને ધર્મની સ્થાપના માટે માનવરૂપમાં ભાદ્રપદની આઠમે અવતાર લીધો હતો. જન્માષ્ટમી હિન્દુઓનો પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ તહેવાર શ્રી હરિ વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવે છે.
આ વર્ષે પણ 30-31 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. સાધુ-સંન્યાસ, શૈવ સંપ્રદાયે સોમવાર એટલે કે 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવી. જ્યારે કે વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોમાં મંગળવાર એટલે કે 31 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. એવુ માનવામાં આવે છે કે, પહેલા દિવસે સાધુ-સંન્યાસી, શૈવ સંપ્રદાય દર વર્ષે જન્માષ્ટમી ઉજવે છે, જ્યારે કે બીજા દિવસે વૈષ્ણવ સંપ્રદાય અને વ્રજવાસી આ તહેવાર ઉજવે છે.
જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 કલાકે જેલના તાળા તૂટી ગયા હતા અને સુરક્ષામાં રહેલા સૈનિકો પણ નીંદરમાં સરી પડ્યા હતા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ભારે વરસાદ પડતો હતો તથા વીજળીના કડાકા ભડાકા થતાં હતા. પરંતુ શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણએ જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે જ કેમ જન્મ લીધો હતો. એટલું જ નહીં જે દિવસે શ્રીકૃષ્ણનો જન્મ થયો તે દિવસ બુધવાર હતો. તેની પાછળ પણ એક રહસ્ય હતું.
આવો જાણીએ શું છે રહસ્યય દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ રોહિણી નક્ષત્રમાં જન્મ લીધો હતો. તેનું મુખ્ય કારણે ચંદ્રવંશી હતું. ધાર્મિક માન્યતા મુજબ શ્રીકૃષ્ણ ચંદ્રવંશી હતા. તેમના પૂર્વજ ચંદદેવ હતા અને તે બુધ ચંદ્રના પુત્ર છે. આ કારણે શ્રીકૃષ્ણએ ચંદ્રવંશમાં જન્મ લેવા માટે બુધવારનો દિવસ પસંદ કર્યો હતો. જ્યોતિષીઓ મુજબ રોહિણી ચંદ્રમાની પ્રિય પત્ની અને નક્ષત્ર છે. આ કારણે શ્રીકૃષ્ણએ રોહિણી નક્ષત્રમાં જન્મ લીધો હતો.
ઉપરાંત આઠમની તિથિએ જન્મ લેવાનું પણ એક કારણ હતું. આ તિથિ શક્તિનું પ્રતીક છે. શ્રીકૃષ્ણ શક્તિ સંપન્ન, સ્વયંભૂ અને પરબ્રહ્મા છે તેથી આઠમના દિવસે જન્મ લીધો હતો. ચંદ્ર રાતે નીકળે છે તેથી તેમણે પૂર્વજોની હાજરીમાં જન્મ લીધો હતો. એમ પણ કહેવાય છે કે ચંદ્ર દેવની ઈચ્છા હતી કે શ્રી હરિ વિષ્ણુ ભગવાન તેમના કુળમાં કૃષ્ણ તરીકે જન્મ લે અને તેઓ તેમના પ્રત્યક્ષ દર્શન કરી શકે. પૌરાણિક કથા મુજબ શ્રીકૃષ્ણના જન્મ સમયે ધરતીથી લઈ આકાશ સુધીનું સમગ્ર વાતાવરણ સકારાત્મક થઈ ગયું હતું. એટલું જ નહીં શ્રીકૃષ્ણએ યોજનાબદ્ધ રીતે મથુરામાં જન્મ લીધો હતો.
ભગવાન શ્રીકૃષ્ણે જન્મ લેવા માટે રાત્રે 12 વાગ્યાનો સમય અને બુધવારનો દિવસ કેમ કર્યો હતો પસંદ ?
Advertisement