પ્રાપ્ત માહિત મુજબ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટસ ડે ઉજવવામાં આવે છે.ત્યારે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગમાં સ્પોર્ટસ વિભાગ અને એન.એસ.એસ. વિભાગ ધ્વારા વિવિધ ઇન્ડોર અને આઉટડોર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કોલેજના વિદ્યાર્થીઓમાં ખેલદિલી ભાઈચારો અને નેતૃત્વના અમૂલ્ય ગુણો વિકસે,ઉમદા મુલ્યોનું સર્જન થાય તેવા ઉમદા હેતુ સાથે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.કોલેજના આચાર્યશ્રી ડો. જી.આર.પરમારે કાર્યક્રમને ખુલ્લો મુકી વિધાર્થીઓને સ્પોર્ટ્સમાંથી મળતાં જીવન મુલ્યો વિશે માહિતગાર કર્યા હત.સ્પોર્ટ વિભાગના અધ્યક્ષ ડો.સંજયભાઈ વસાવાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત માર્ગદર્શન આપ્યું હતું.યુનિવર્સિટી ખાતે રમતગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં કબડી,ખોખો,ઊંચી કૂદ અને લાંબી કુદ,કેરમ, ચેસ જેવી વિવિધ ઇન્ડોર અને આઉટડોર સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કોલેજના વિદ્યાર્થી ભાઇઓ અને બહેનોએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નેત્રંગમાં નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી ભવ્ય ઉજવણી : વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું.
Advertisement