શિતળા સાતમની પરંપરાગત રીતે લીંબડી મોટાવાસ વિસ્તારમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે પણ હાલ ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારી ગાઈડ લાઈન મુજબ સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ મંદિરનો એક અનોખો મહિમા છે ત્યારે આ શિતળા માતાજીના મંદિર ખાતે આજુબાજુના વિસ્તારના લોકો આજ દિન દર્શનાર્થે આવ્યા હતા. પ્રસાદ રૂપી કુલેર, ઢોકળા, શ્રીફળ અને ચુંદડી ચડાવવાનો રીવાજ હોય છે ત્યારે આજે આ મંદિર ખાતે આજે લોકો બાધા આખડી લઈને પોતાની માનતા પૂરી કરવા દોડી આવ્યા હતા અને સાદગી પુર્વક આજના શિતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement