સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. છેલ્લા બે માસથી બંધ પડેલી ક્રુઝ બોટ ફરી શરૂ કરાતા પ્રવાસીઓમા આનંદની લાગણી જોવા મળી છે. શનિ રવિ અને સોમવારની ત્રણ દિવસની રજામાં 1 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટે એવી સાંભવના હોવાથી પ્રવાસીઓ હવે ક્રુઝ બોટની મજા માણી શકશે.
હાલ નર્મદા ઘાટ વિકસાવવાની કામગીરી ચાલતી હોઈ પાયાનું કામ કરવા માટે પાણી નિયંત્રીત કરવુ જરૂરી બન્યું હોવાથી બોટ બંધ રહી હતી હવે ઘાટ પણ બની ગયો છે ત્યારે બોટ ચાલુ કરવા માટે હવે નર્મદામા પાણી છોડવામાં આવ્યું છે અને બોટ સુવિધા શરૂ કરાતા પ્રવાસીઓમા આનંદની લાગણી જોવા મળી છે.
એ ઉપરાંત ચાલુ સાલે વરસાદ પૂરતો પડયો ન હોઈ નર્મદા નદી સુકાઈ જવાને નદીમાં પાણી ન હોવાથી કારણે ક્રુઝ બોટ બંધ કરવામાં આવી હતી. નર્મદામાં પાણી નહીં હોય તો ક્રુઝ બોટ પણ ચાલી નહિ શકે. હવે 4 થી સપ્ટેમ્બરથી ક્રુઝ બોટ ફરીથી શરૂ થવા જઈ રહી છે ત્યારે
ક્રુઝ બોટ દ્વારા નર્મદાની શેર અને સ્ટેચ્યુ પાસેથી પસાર થઈને પાણીમાથી સ્ટેચ્યુનો નજારો સાથે ક્રુઝ બોટમા ડાન્સ ડિનરની પણ મજા માણવાની પ્રવાસીઓને તક મળશે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા