આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત સિનિયર કોચ કચેરી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા તપોવન સંસ્કાર કેન્દ્ર ઝાડેશ્વર ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા ખાતે ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન ૨.૦ બહેનોની ૨ કિમી દોડનુ આયોજન ભરૂચ કલેકટર કચેરીથી માતરીયા તળાવ સુધી કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આ દોડમાં પાંચ વર્ષની દિકરીઓથી લઈ ૫૫ વર્ષ સુધીની મહિલાઓએ ભાગ લીધો હતો. આ દોડ શરૂ થતા પહેલા તમામે રાષ્ટ્રગીત ગાઈ આઝાદીના નારા લગાવી યુવાનોમાં જુસ્સો વધાર્યો હતો.
આ ફ્રીડમ રનને ભરૂચ જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરીના ડૉ. સંગીતાબેન મિસ્ત્રી, દિવ્યેશભાઈ પરમાર, ભારતભાઈ સલાટ, સિનિયર કોચ રાજનસિંહ ગોહિલ, એમિટી શાળાના આચાર્ય પ્રકાશ મહેતા, તપોવન સંસ્કાર કેન્દ્રના જાગૃતિબેન પંડ્યા, નિલેશભાઈ ઉપાધ્યાય દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.
આ દોડમાં વી. કે. ઝવેરી સાધના વિદ્યાલય અને નવજીવન વિદ્યાલયના એન. એસ. એસ. યુનિટની વિધાર્થીનીઓ, NCC units, સદ વિદ્યામંડળની વિદ્યાર્થીનીઓ, પ્રાર્થના વિદ્યાલય, એમિટી એજ્યુકેશન કેમ્પસની વિદ્યાર્થીનીઓ, રૂંગટા વિદ્યાલય, પ્રોગ્રેસીવ વિદ્યાલય,બી ઈ એસ યુનિયન વિદ્યાલય, શ્રવણ વિદ્યાલય, જય અંબે વિદ્યાલય, નારાયણ વિદ્યાલય, નારાયણ વિદ્યાવિહાર સહિત ભરૂચની અનેક મહિલાઓએ આ દોડમાં ભાગ લીધો હતો. આ તમામ બહેનોનો ઉત્સાહ વધારવા ભાઈઓ પણ તેમની સાથે દોડ્યા હતા. Fit India Freedom Run પૂર્ણ થયા બાદ ભરૂચ જિલ્લા સ્પોર્ટસ ઓથોરિટીના સીનીયર કોચ રાજનસિંહ ગોહિલે સૌને ભવિષ્યમાં પણ આ જ રીતે ઉત્સાહભેર ફિટ રહેવા માટે વિવિધ પ્રવૃત્તિમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું. આ સાથે તમામે ભરૂચ જિલ્લાની જનતા એક થઈ ફિટ રહીયે સાથે-સાથે મજબૂત દેશ બનાવીએ અને આવનાર પેઢીને સુંદર ભારત બનાવવાનો સંદેશ આપ્યો હતો.
ભરૂચ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રિડમ અન્વયે બહેનોની દોડ યોજાઇ.
Advertisement