ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માંડવા ગામની સીમમાં આવેલી એક ખેડૂતની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવનાર મહિલા સહિત તેના બે પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જમીન માલિકે વારંવાર કહેવા છતાં જમીન ખાલી ન કરતાં ખેડૂતે કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી.
અંકલેશ્વરના માંડવા ગામના માછી ફળિયામાં રહેતા સોમચંદ્ર બેચરભાઈ પટેલની વડીલો પાર્જિત જમીન ગામની સીમમાં સર્વે નંબર-405 પર આવેલી છે. જે જમીન પૈકી પાંચ વીંઘામાં હાઇવે રોડમાં ગઈ છે જેને બાદ કરતાં ચાર વીઘા જમીન ખેડૂત ખેતી કરે છે, પરંતુ છેલ્લા 10 વર્ષ પહેલા માંડવા ગામના તળાવ ફળિયામાં રહેતી સવિતાબેન ઈશ્વરભાઈ વસાવાને રહેવા માટે ઘર નહિ હોવાથી સોમચંદ્ર પટેલના મોટાભાઈની સંપતિથી છાપરું બનાવવા જમીન આપી હતી. જેને કારણે પ્રાંત અધિકારીએ સ્થળ તપાસ કરતાં જમીન પચાવી પાડી હોવાનું માલૂમ પાડ્યું હતું. જે અંગે અંકલેશ્વર શહેર પોલીસે મહિલા સહિત તેના બે પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મહિલા તેના બે દીકરાઓ સાથે રહે છે અને તેણીએ માંડવા ગામમાં પણ ઘર બનાવ્યું છે. જેણે જમીન પર બનાવેલુ છાપરું હટાવવા જમીન માલિકે કહેતા તેઓએ જમીન ખાલી ન કરી ખેડૂતને ધમકીઓ આપી અવારનવાર ઝઘડો કરતાં હતા. આ અંગે ખેડૂતે કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી.
જે અરજીને પગલે પ્રાંત અધિકારીએ સ્થળ તપાસ કરતાં જમીન પચાવી પાડી હોવાનું માલૂમ પાડ્યું હતું. જે અંગે અંકલેશ્વર શહેર પોલીસે મહિલા સહિત તેના બે પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર