Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ફિયાન્સને મળવા ગયેલી યુવતીને નડ્યો અકસ્માત: ઘટના સ્થળે જ મોત નીપજયું

Share

વડોદરાના સૌથી સુંદર ગણાતા અકોટા દાંડિયાબજાર બ્રિજ પર અકસ્માત સર્જાયો છે.આજકાલ અકસ્માતની સંખ્યામાં સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક્ટિવા સવાર યુવતીને એક કાર ચાલકે અડફેટે લેતાં તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. 24 વર્ષીય યુવતી પોતાના ફિયાન્સીને મળીને પરત ફરી રહી હતી ત્યારે કારે તેને અડફેટે લીધી હતી. જોકે, ગણતરીના કલાકોમાં પોલીસે આરોપી કારચાલક મિત્તલ પટેલની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, તેની બહેન નમ્રતા સોલંકી (ઉંમર વર્ષ 24) ની તાજેતરમાં જ સગાઈ થઈ હતી. તે ગઈકાલે સાંજે 6.30 વાગ્યાની આસપાસ કરમસદથી આવેલા પોતાના ફિયાન્સ દિવ્યાંગ દરજીને મળવા અકોટ બ્રિજ પાસે ગઈ હતી. તેમને મળીને તે પોતાની એક્ટિવા પર પરત ફરી રહી હતી ત્યારે GJ06 EQ 2008 નંબરની આઈ-20 કારના ચાલકે તેને અટફેડે લીધી હતી. આ કાર ફુલસ્પીડમાં આવી રહી હતી, જેને મારી બહેનની ગાડીને ટક્કર મારી હતી. આ સાથે જ મારી બહેન નીચે પડી હતી, અને તેના માથા પર ગંભીર ઈજાઓ આવી હતી. યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, તેની બહેન નમ્રતા સોલંકી (ઉંમર વર્ષ 24) ની તાજેતરમાં જ સગાઈ થઈ હતી. તે ગઈકાલે સાંજે 6.30 વાગ્યાની આસપાસ કરમસદથી આવેલા પોતાના ફિયાન્સ દિવ્યાંગ દરજીને મળવા અકોટ બ્રિજ પાસે ગઈ હતી. તેમને મળીને તે પોતાની એક્ટિવા પર પરત ફરી રહી હતી ત્યારે GJ06 EQ 2008 નંબરની આઈ-20 કારના ચાલકે તેને અટફેડે લીધી હતી. આ કાર ફુલસ્પીડમાં આવી રહી હતી, જેને મારી બહેનની ગાડીને ટક્કર મારી હતી. આ સાથે જ મારી બહેન નીચે પડી હતી, અને તેના માથા પર ગંભીર ઈજાઓ આવી હતી.

Advertisement

એસએસજી હોસ્પિટલમાં ખસેડાતા નમ્રતાને મૃત જાહેર કરાઈ હતી. સમગ્ર ઘટના મામલે યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આરોપી કારચાલક મિત્તલ પટેલની ગણતરીના કલાકોમાં અટકાયત કરી હતી. નમ્રતા સોલંકીના મોત બાદ પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. થોડા મહિનામાં તેના લગ્ન લેવાના હતા. તેના પિતા એક સોલાર પેનાલ કંપનીમા નોકરી કરે છે. તો ભાઈ વીડિયો-ફોટોગ્રાફીનું કામ કરે છે. પરિવારમાં નમ્રતા મોટી હતી, જેથી દીકરીના મોત બાદ પરિવાર ભાંગી પડ્યો હતો.


Share

Related posts

વલસાડ સિટી પોલીસએ બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને નાંખ્યો પાંજરે

ProudOfGujarat

સુરત : ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈ ચાઈનીઝ દોરી અને બલૂનનો ઉપયોગ નહીં કરવા વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવવામાં આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ધ્રુવ સોલંકી એ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!