સુરેન્દ્રનગર શહેરમાં એક વકીલે લગભગ પોણા અગિયાર વર્ષીય બાળકીને અંદાજે પોણા અગિયાર વર્ષ ની બાળકી કોઈ કેસ સબ જુબાની અર્થે ઓફિસે આવ્યા બાદ વકીલે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું જેથી ચકચાર મચી છે. સગીરાના પરિવારજનો દ્વારા વકીલ સામે ફરિયાદ નોંધાવાત પોલીસે ગુનો નોંધી વકીલની શોધખોળ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના આશીર્વાદ કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતા નરેન્દ્રસિંહ પારધી નામના વકીલે એક પોણા અગિયાર વર્ષીય બાળકીને સબ જુબાની શીખવવા માટે પોતાની ઓફિસ પર બોલાવી હતી.
આ સમયે જ વકીલે સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. સગીરા દ્વારા તેના પરિવારજનોને વાત જણાવતા જ પરિવારજનો દ્વારા સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે. જે વકીલનું કામ લોકોને ન્યાય અપાવવનું છે તેના દ્વારા જ અધમ કૃત્ય આચરવામા આવતા વકીલ પર ફિટકાર વરસી રહ્યો છે. પોલીસ દ્વારા ગુનો નોંધી વકીલની શોધખોળ હાથ ધરવામા આવી છે. ગણતરીની કલાકોમાં વકીલની પોલીસે ધરપકડ કરી હતી .
કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર .