ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં ઇલાવ નજીકના ગામમાથી પાસ થતી કીમ નદીમાથી એક માછીમારની જાળમાં માનવીના ચહેરાના રૂપની એક અલભ્ય પફર ફિશ મળી આવી હતી જેને જોઈને દરેક લોકો ચોકી ઉઠ્યા હતા અને સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું હતું. જેને જોવા લોકોની ભીડ જામી ગઈ હતી.
હાંસોટ તાલુકાનાં ઇલાવ નજીકના ગામમાંથી પાસ થતી કીમ નદીમા નરસિંહ રાઠોડ ધંધો, માછીમારી, જે રોજની જેમ આજરોજ પણ માછીમારી કરવા કીમ નદીમાં જાળ પાથરી હતી જેમાં તેઓને અન્ય માછલીઓ સાથે એક અદભુત આકારની માછલી મળી આવી હતી. નાના આકારની માછલી અસલામતના અનુભવ સાથે આકાર મોટો કરી રહી હતી. આટલા વર્ષોમાં આ પ્રકારની માછલી પહેલી વાર જોવા મળી હતી.
આ માછલીનો દેખાવ સામાન્ય માનવીના ચહેરા જેવો દેખાઈ રહ્યો હતો. ગામવાસીને માછલી બતાવા નરસિંહભાઈ માછલીને ગામમાં લાવ્યા હતા. માછલીના તબીબોને પૂછતાં આ માછલી પફર ફીશ હોવાની જાણ થઈ હતી. પફર ફિશ જ્યાં સમુદ્ર અને નદીના પાણીમાથી આ તરફ ખેચાઈ આવી હોવાનું અનુમાન લગાવામાં આવ્યું હતું જેને સલામતી સાથે માછલીને ફરી અનુકૂળ જળ વિસ્તારમાં મુક્ત કરવા તજવીજ શરૂ કરવામાં આવી હતી.
રિધ્ધી પંચાલ, ભરુચ