Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદામા સોયાબીન પાકમાં વાયરસથી થતો પાનનો પીળીયા રોગના ઉપદ્રવથી ખેડૂતો ચિંતિત.

Share

નર્મદા જિલ્લામા સોયાબીન પાકમાં અચાનક વાયરસ આવી જતા આ વાયરસથી થતો પાનનો પીળીયા રોગનો ઉપદ્રવથી ખેડૂતો ચિંતિત બન્યા છે. જોકે આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નર્મદા દ્વારા ખેડૂતોને રોગથી બચવા માર્ગદર્શન આપ્યું છે.

આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટના જણાવ્યા અનુસાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નર્મદાના માર્ગદર્શન અનુસાર નર્મદા જીલ્લામાં હાલમાં સોયાબીનની ખેતી કરતા ખેડુતોને
ખાસ સલાહ આપવામં આવે છે કે અત્યારે સોયાબીન પાકમાં વાયરસથી થતો પાનનો પીળીયા રોગનો ઉપદ્રવ ખુબ જ જોવા મળેલ છે. આ રોગને કાબુમાં કરવા માટે શરૂઆતમાં એકલ દોકલ છોડ જો રોગ ગ્રસ્ત જોવા મળે ત્યારે તેને ખેતરમાંથી ઉપાડીને નાશ કરવો જોઈએ અને જો વારંવાર આવા એકલ દોકલ પીળા છોડ દેખાય તો તેને દુર કરતા રહેવું જોઈએ.
વધુમાં જણાવવાનું કે રોગ માટેના વાહક એવા ચુસીયા જંતુઓ જેવા કે સફેદ માખીના નિયંત્રણ માટે કોઈ પણ જંતુ
નાશક દવા જેવીકે એસીટામીપ્રાઈડ ૩ ગ્રામ/ ૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો જોઈએ. જ્યારે સોયાબીન પાકમાં
આખા ખેતરમાં પીળીયા રોગ ફેલાઈ ગયેલ હોય તેવા સંજોગોમાં આવા સોયાબીન પકવ્યા બાદ તેને બિયારણ તરીકે ન વાપરવા એવી સલાહ આપવામાં આવે છે. વધુ માહીતી માટે જણાવેલ ફોન નંબર (મો.નં.૭પ૭પ૦૧૧૧૦૭ અને ૮૧૪૦૦૦૦૪૬૫ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવના ફોટો પર ટિપ્પણી કરનારા નેત્રંગનાં યુવક સામે નોંધાઇ પોલીસ ફરિયાદ..!

ProudOfGujarat

સુરત થયું અનલૉક : કોરોનાનાં કેસમાં ઘટાડો થતા એરપોર્ટ પર મુસાફરોની અવરજવર વધી.

ProudOfGujarat

માંગરોળના કોસાડી ગામના ઈસમ પાસેથી પોલીસે કબ્જે લીધેલા સમોસામાં ગૌમાંસ હોવાનું એફએસએલ રિપોર્ટમાં બહાર આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!