ભરૂચ જિલ્લાના ધંતુરીયા ગામે આદિવાસી ભાઈઓ નર્મદા નદીમાં માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ પાસે બોટ કે નાવડીની સુવિધાઓ ન હોવાથી તેઓ થર્મકોલ સોટા પર બેસીને માછીમારી કરી રહ્યા છે. ધંતુરીયા ગામ સિવાયના અન્ય ગામના માછીમારો આવીને બીક અને ધમકી આપતાં હોય છે અને હેરાનગતિ કરે છે તેઓને અપશબ્દ બોલીને ઝઘડાઓ કરે છે. જેથી તેઓ આદિવાસી સમાજને દબાવવામાં આવે છે. તેથી તેઓ પાસે અન્ય સુખ સંસાધનોના સાધનો ન હોવાથી અને થર્મોકોલ પર છૂટક માછીમારી કરતા હોય છે. સાથે ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. જે પણ જમીન હાલમાં છે તે ભવિષ્યમાં સરકાર દ્વારા લઇ લેવામાં આવશે જેથી તેઓ પાસે રોજગારીનું કોઈ સાધન રહેશે નહિ. પરિવારનું ગુજરાન ચલાવવું ઘણું મુશ્કેલ બની જશે.
તેઓને માછીમારી સિવાય બીજો કોઈ વ્યવસાય આવડતો નથી. વધુમાં અન્ય જગ્યાએથી આવેલા લોકો તેઓને માછીમારી કરતા અટકાવે છે અને જાતી વિશે અપશબ્દ બોલી રહ્યા છે. હમણાં જ હાલમાં આદિવાસી લોકો પર ત્રણ જેટલાં શખ્સોને માર મારવામાં આવ્યો છે. હાલમાં એક ભાઈ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે અને તેઓ પર ખોટી રીતે પોલીસ કેસ કરવામાં આવ્યો છે જેને કારણે આજરોજ સમગ્ર માછીમાર સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને વહેલીતકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી.