આજરોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરુચ દ્વારા ભરૂચ જિલ્લાની તમામ શાળાઓના આચાર્યશ્રીઓનેની એસ. વી. એસ. કક્ષાની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવા તાલુકા નેત્રંગ સ્થળે રાખવામાં આવી હતી. કોરોના મહામારીમાં છેલ્લા અઢી વર્ષથી બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે કોઈ અવરોધ ન નડે તે માટે તેઓનું યોગ્ય રીતે સચવાઈ રહે તે એહતુસર શિક્ષકોએ ઘણા પ્રયાસો કર્યા છે . ઓનલાઈન શિક્ષણના મધ્યમથી લોકોને મહત્તમ જ્ઞાન પૂરું પડ્યું છે .
યોજાયેલ સદર બેઠકમાં આઝાદીના અમૃત મહોત્સવ, રોસ્ટર, પુરવણી બિલ, ઉપધો, પેન્શન કકેસ, પગારબિલ, વહીવટી બાબતો, ફાયર એન. ઓ. સી.,સાયન્સ ફેર, ઇન્સ્પાયર એવોર્ડ, ઇનોવેશન ફેર, ટીચર એવોર્ડ, બેસ્ટ સ્કૂલ એવોર્ડ,એકમ કસોટી, સમાવેશી શિક્ષણ,વર્ગ વધારાની દરખાસ્ત, સર્વિસબુક અપડેશન, યુવા મહોત્સવ, પાઠ્યપુસ્તક વિતરણ, નિષ્ઠા તાલીમ શિષ્યવૃત્તિઓ, ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન,ચાઈલ્ડ ટ્રેકિંગ, જી- શાળા સ્કૂલ ઓફ એક્સલન્સ વગેરે બાબતોને લઈને શિક્ષકોને જાણકારી આપવામાં આવી હતી તથા નવા શાળાના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું . અઢી વર્ષ બાદ મળેલી. આ બેઠકમાં શિક્ષણ સંબંધી ચિંતન કરવામાં આવ્યું તથા તમામ આચાર્યશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું .