Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડના હરિયા ગામના ડોક્ટરનું અપહરણ કરનાર ચાર અપહરણકારોની વલસાડ પોલીસે 11 મહિના સર્ચ ઓપરેશન બાદ ધરપકડ કરી.

Share

વલસાડ તાલુકાના હરિયા ગામે રહેતા જનક અનિલભાઈ વેરાગી તેઓ ડોક્ટર હોય અને ઘરની સામે ક્લિનિક ચલાવે છે. ગત તારીખ 23.9.20 ના રોજ ડોક્ટર જનક પોતાની પ્લેઝર ગાડી નંબર જીજે ૧૫ બી એચ ૭૫૦૯ લઈને ગામડાઓમાં પ્રેક્ટિસ કરવા માટે ગયા હતા અને પ્રેક્ટિસ કરીને સાંજે ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ભગોદ ગામના વૃધ્ધાશ્રમ નજીક પુલ પાસેથી ડોક્ટરનું ફન્ટી કારમાં અપહરણ કરીને પારનેરા અતુલ ફર્સ્ટ ગેટ પારડી જીઆઇડીસી અંદરના રસ્તે થઈ ચીવલ રોડ ઉપરથી નાનાપોંઢા વિસ્તાર તરફ લઈ ગયા હતા ડોક્ટર ભાગીના છૂટે તે માટે કારમાં જ તેના કપડાં ફાડી નાંખ્યા હતા ત્યારે બાદ દીપેશ ડોકટરના મોબાઇલ પરથી ડૉક્ટરની પત્નીને ફોન કર્યો હતો અને એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી પણ ડોક્ટર પાસે એટલા પૈસા ન હોય તેથી ના પાડી દીધી હતી. અપહરણના ન્યુઝ ટીવી ચેનલોમાં ચાલુ થઈ જતા અપહરણકર્તાઓ ડરી ગયા હતા અને ડોક્ટરને ઓઝર ગામે એકાંત વાળી જગ્યામાં કપડાં કાઢીને મૂકીને ચાલી ગયા હતા જે અંગેની ફરિયાદ રૂરલ પોલીસ મથકમાં નોંધાઇ હતી.

આ ગુનો ઉકેલી કાઢવા માટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા કેસ વલસાડ એલ.સી.બી.એ સોંપ્યો હતો.  એલસીબી પોલીસની ટીમે 11 મહિના બાદ અપહરણ કરનારાઓને અતૂલ પાવર હાઉસ પાસેથી ફન્ટી કારમાંથી વલસાડ ચિચવાડા તળાવ પાસે રહેતા દિપેશભાઈ કોળી પટેલ. વલસાડ ચણવઇ વાડી ફળિયામાં રહેતા રોહન સતિષભાઈ પટેલ અને કલ્પેશ ઉફે ભીમો છોટુભાઈ પટેલ અંજલાવ દાદરી ફળિયામાં રહેતા લલિત ઉફે સોમૂ હસમુખભાઈ પટેલ આ ચાર જણાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ફન્ટી કાર બાઈક મળી કુલ રૂપિયા 3.53.000 મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ અપહરણ કરવા માટે ટીવી ચેનલો ઉપર આવતી ક્રાઇમ પેટ્રોલ અને સાઉથની ફિલ્મો જોઇ અપહરણનો પ્લાન બનાવ્યો હતો અને ગુન્હાને અંજામ આપ્યો હતો અપહરણ કર્તાઓનો આ ફિલ્મી સ્ટાઇલે કરેલા અપહરણ નિષ્ફળ ગયું હતું.

Advertisement

કાર્તિક બાવીશી


Share

Related posts

વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝમાં નવરાત્રી મહોત્સવમાં જામી ગરબાની રમઝટ

ProudOfGujarat

વડોદરા : પારુલ યુનિવર્સિટી ખાતે મતદાર જાગૃતિ સંવાદ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : નગર પ્રાથમિક ટીચર્સ સોસાયટીની સાધારણ સભા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!