ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં ધારાસભ્ય અરુણસિંહ રણાએ ફેસબુક પોસ્ટ દ્વારા મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, મહેસુલ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને ભાડભુત બેરેજ યોજનાને લઇ રજુઆત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યુ હતું કે, ભાડભૂત બરેજ યોજના ગુજરાત રાજ્યના નજરાણાની રચના અર્થે જમીન સંપાદન થયેલ ખેડૂતને જમીનનુ વળતર આપવા તથા અર્બિટ્રેટરની નિમણૂક કરવા તેમજ માછીમારોને આર્થિક સધ્ધરતા થાય અને આર્થિક સહાય માડી રહે તે માટે મદદરૂપ થવા વિનંતી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં ધારાસભ્ય અરૂણસિંહ રાણા તથા ભરૂચના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા બેન્કના ડિરેક્ટર નરેન્દ્રસિંહ પરમાર તથા જિલ્લા પંચાયતના સભ્ય સંજયસિંહ સિંધા દ્વારા ગુજરાતનાં મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટિલને રજૂઆત કરવામાં આવી હતી.