રાજય માં બે દિવસ પહેલા જ ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 1 લાખ 14 હજાર 193 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરંતુ તેમાથી માત્ર 31 હજાર 785 વિદ્યાર્થીઓ જ પાસ થયાં હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 27.83 ટકા પરિણામ નોંધાયું છે. ત્યારે હવે આજે ધોરણ 10ના રિપીટરોનું પરિણામ જાહેર થશે .આજે સવારે 8 વાગે જાહેર થયું છે . પરિણામ માત્ર ૧૦.૪ ટકા આવ્યું છે . જેમાં ૩૦,૦૧૨ વિદ્યાથીઓ પાસ કરાયા . બોર્ડની વેબસાઈટ www. gseb. org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે. જ્યારે માર્કશીટ માટે બોર્ડ નવી તારીખ જાહેર કરશે.ધોરણ 10 ના ખાનગી, રિપીટર અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે.
સમગ્ર રાજ્યનું 10.04 ટકા પરિણામ જાહેર થયું છે. કોરોના કાળ દરમિયાન લેવાયેલી પરીક્ષામાં 30,012 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 3,26,505 વિદ્યાર્થીઓમાંથી 2,98,817 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કોરોનાની મહામારીમાં સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર થઈ છે. મહામારીના કારણે ઘણા સમય શાળા-કોલેજો બંધ હતા. ધોરણ 10-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને સરકારે આખરે માસ પ્રમોશન આપ્યું હતું. તેઓની પરીક્ષા કોરોનાના કારણે રદ કરવામાં આવી હતી. પરંતુ સરકારે ધોરણ 10 -12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું નહોતું. જેથી તેમણે પણ માસ પ્રમોશનની માગ કરી હતી અને આ મામલે ન્યાય મેળવવા હાઇકોર્ટમાં PIL દાખલ કરી હતી. જો કે કોર્ટે પણ પરીક્ષા લેવા માટે છૂટ આપી હતી. જેથી 15 જુલાઈએ રિપીટર્સની પરીક્ષા યોજવામાં આવી હતી.રાજ્યમાં ધોરણ 10ના ખાનગી, રિપીટર અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે.
રિપીટર્સ, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું 10.4 ટકા પરિણામ જાહેર થયું છે. કુલ 30 હજાર 012 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 3 લાખ 26 હજાર 505 વિદ્યાર્થીઓમાંથી 2 લાખ 98 હજાર 817 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો પૃથ્થક ઉમેદવારોની સંખ્યા 52 હજાર 026 હતી, જેમાંથી 46 હજાર 166 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીનીઓનું પરિણામ 12.75 ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ 8.77 ટકા જાહેર થયું છે. તો આ પરિણામમાં પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે.