છારદ ગામના હાઇવે રોડના નજીકના વિસ્તારમાં આવેલા હિંગળાજ પરામાં ગંદકીનું સામ્રાજ્ય હોય સિનિયર સીટીઝન મહિલાએ રોષ વ્યક્ત કરી ગંદકી હટાવી રોડ બનાવી દેવા માંગ કરી હતી. સતત પાણી ભરાઈ રહેતું હોય બારેમાસ ચોમાસા જેવો માહોલ રહેવા સાથે અસહ્ય કાદવની વાસથી પરેશાન સાથે આ વિસ્તારમાં કાયમી ધોરણે માંદગીના ખાટલા ઘરે ઘરે હોવાનું જણાવ્યું હતું.
લખતર તાલુકાના છારદ ગામ હાઇવે રોડની ઉત્તર દિશા બાજુ આવેલ હિંગળાજ પરાના રોડ પર સતત પાણી ભરાઈ રહેતું હોય કાદવ કીચડનું બાવળનું સામ્રાજ્ય છે. સતત પાણીમાં આવનજાવન કરવાથી પગની પાની સડી જતી હોવાનું જણાવ્યું હતું. હિંગળાજ પરાની સિનિયર સીટીઝન મહિલાઓને એક કિલોમીટરનો ફેરો ફરી બાળકોને સ્કૂલે મુકવા જવું પડે છે. મચ્છર માખીનો ઉપદ્રવ સાથે સ્ટ્રીટ લાઈટની યોગ્ય વ્યવસ્થા ના હોય લોકો અનેકવાર કાદવમાં પડ્યાના બનાવ બન્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પાણી ભરાઈ રહેવાના લીધે થતા કાદવ કીચડમાંથી આવતી દુર્ગધથી આ વિસ્તારના લોકો પરેશાન છે. હાલમાં ચોમાસા જન્ય રોગ ફેલાતો હોય લોકોના ઘરેઘરે માંદગીના ખાટલા હોવાનું જણાવ્યું હતું. પાણી ભરાઈ રહેતા ખાડામાં મચ્છર માખી નાશક દવા છાંટવા પણ માંગ કરવા સાથે પાણી નિકાલની વ્યવસ્થા અને યોગ્ય રોડ રસ્તા બનાવી દેવા માંગ કરી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર : હિંગળાજપરામાં ગંદકીનું સામ્રાજ્ય : મહિલાઓએ રોષ વ્યક્ત કરી ગંદકી હટાવી રોડ બનાવવા માંગ કરી.
Advertisement