Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદથી રાજકોટ ઈન્કમટેક્સના દરોડા પાડવા જતી ટિમનો સુરેન્દ્રનગરના મુળીના સોમાસર ગામ પાસે અકસ્માત નડ્યો

Share

અમદાવાદ થી રાજકોટ ઈન્કમટેક્સના દરોડા પાડવા જતી ટિમ નો સુરેન્દ્રનગર ના મુળીના સોમાસર ગામ પાસે અકસ્માત સર્જાયો.11 અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચી : તમામને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા . વહેલી સવારે અમદાવાદથી રાજકોટ તરફ ઈન્કમટેક્સના દરોડા પાડવા અધિકારીઓ જઈ રહ્યા હતા તે સમયે સોમાસર પાસે ગાડી ના સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ગાડી ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી.

જેમાં 6 મહિલા સહિત 11 અધિકારીઓ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી . સુરેન્દ્રનગર ની પોલીસ ટીમે તમામ ને અમદાવાદ રીફર કરવા માટે મદદ હાથ ધરી હતી . અમદાવાદથી રાજકોટ ઈન્કમટેક્સના સર્વે માટે જઈ રહેલી ટીમના વાહનનો સુરેન્દ્રનગરના સોમાસર પાસે અકસ્માત સર્જાતાં 11 કર્મચારીને ઈજા પહોંચી છે. ઘાયલ કર્મચારીઓને પ્રાથમિક સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામા આવ્યા છે, જ્યાંથી કેટલાક કર્મચારીઓને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામા આવ્યા છે. ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં વાહન ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.આજે વહેલી સવારે અમદાવાદથી રાજકોટ તરફ ઈન્કમટેક્સના સર્વે માટે અધિકારીઓ જઈ રહ્યા હતા. એ સમયે સુરેન્દ્રનગરના સોમાસર પાસે ગાડીના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી.

Advertisement

આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ગાડીમાં સવાર 6 મહિલા સહિત 11 કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મહિલાઓ સહિતના તમામ ઇજાગ્રસ્ત ઇન્કમટેક્સ કર્મચારીઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી હાઇવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.આ ઘટનાની જાણ થતાં આજુબાજુમાંથી લોકોનાં ટોળેટોળાં બનાવના સ્થળે એકઠાં થયાં હતાં. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગરની પોલીસ ટીમે તમામ ઇજાગ્રસ્તોને અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરવા માટે મદદ હાથ ધરવાની સાથે ટ્રાફિકજામ દૂર કરી ટ્રાફિક પુન: ધમધમતો કર્યો હતો. આ ઘટના અંગે સુરેન્દ્રનગર પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

વિશ્વ યોગ દિવસની ઉજવણી : ભરૂચના જીએનએફસી મેદાનમાં એક સાથે હજારો લોકો એ યોગાશન કર્યા

ProudOfGujarat

વાઘોડિયા : તાંત્રિક વિધિ કર્યા બાદ યુવકની હત્યા : હત્યા કર્યા બાદ લાશને નદીમાં ફેંકાઈ.

ProudOfGujarat

કોરોના મહામારી અને કાળઝાળ ગરમી વચ્ચે ફરજ બજાવતા ગોધરાનાં પોલીસ કર્મચારીઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!