Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ખાખી વર્દીનો રોફ મારતા પાંચ નકલી પોલીસ કર્મીઓ ઝડપાયા.

Share

ખાખી વર્દીનો રોફ મારી પોલીસ યુનિફોર્મ ધારણકરી લોકરક્ષક કક્ષાના કર્મચારી તરીકે રોફ મારવા જતા પાંચ નકલી પોલીસ કર્મીઓ ઝડપાયા છે જેમાં પોલીસ યુનિફોર્મ ધારણ કરી પોલીસમાં નોકરી કરવાનો શોખ ભારે પડી ગયો હતો. આ અંગે કેવડિયા પોલીસે નકલી પોલીસને ઝડપી તેમની પાસેથી
પોલીસ યુનિફોર્મ શર્ટ, પેન્ટ, ટોપી, નેઇમ પ્લેટ બુટ, લાકડી સહીત સ્વીફ્ટ ડીઝાયર ગાડીની કી.રૂ.5,00,000/-કબજે લેવાઈ છે તથા અલગ અલગ ઇસમો પાસેના મોબાઇલ ફોન નંગ ૫ મળી કુલ કી.રૂ.5,90,000/- ના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે ફરીયાદી એ.એસ.આઇ કરશનભાઇ મગનભાઈ કેવડીયા પોલીસે આરોપીઓ (૧) અમીત ઉર્ફે રાજા સોનુસિંગ (રહે. ઘર નં ૧૧૯ સીતાનગર સોસા નાગૅદ્રસિંગના મકાનમા રામજી મંદીરની પાછળપાંડેસરા ગામ સુરત મુળ વતન ગામ અમરાઇ નવાદા જી.આરા (બીહાર) (૨) આશીષ નારાયણ વિશ્વકર્મા (રહે. ૪૭, ચીકુવાળી સોસાયટી પાંડેસરા સુરત શહેર મુળ રહે ધાડા તા.તેવથર જી.રીવા મધ્યપ્રદેશ) (3) વિવેક ભારત ગુપ્તા( રહે. અવિવાધા સોસાયટી પાંડેસરા મુળ રહે શક્કાપુર તા.ગોપાલગઢ જી.ગોપાલગઢ (બીહાર) (૪) યાદવ માન્તોષ ધરમનાથસિંહ યાદવ (૨હે. ગૌપાલનગર-3 ઘરનં ૭૬ બમરોલી રોડ પાંડેસરા સુરત શહેર મુળ રહે. બકસર તા.જી.રોતાથ (બીહાર) (૫) શત્રુજન રામાઆશીષ કરવાહ (રહે. શીવમનગર સોસાયટી બ્લોક નં.૬ર બમરોલી રોડ પાંડેસરા સુરત મુળ રહે. દેવલીયા તા.ગોરખપુર જી.પંચમહાલ (ઉત્તરપ્રદેશ)સામે ફરિયાદ નોંધી છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર સઘન પેટોલીંગ તેમજ વાહન ચેકીંગ કરવા સુચના મુજબ કેવડીયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી તેમજ એસ.આર.પી. ગૃપ- ૧૮ ના જવાનો સાથે વાઘડીયા બેરીયર વાહન ચેકીંગમાં હાજર હતા તે દરમ્યાન એક ખાનગી સફેદ કલરની ફોરવ્હીલ આવતા તેને ઉભી રાખી તેનો RTO ને જોતા GJ 5 JS 8366 નો ચાલક પોતે ખાખી પોલીસના યુનિફોર્મમા હોવાથી સદર વાહનચાલકને ડ્રાઇવર સીટ ઉપરથી નીચે ઉતારી અને પોલીસનું આઇ.કાર્ડ માંગતા તેણે પોતાની પાસે આઇ.કાર્ડ નહી હોવાનું જણાવેલ અને પોતાના મોબાઇલમાં આઇ.કાર્ડ બતાવેલ જે આઇ.કાર્ડ જોતા નેમ પ્લેટ તેમજ આઇ.કાર્ડમાં અલગ અલગ નામ હોવાથી અમો પોલીસને તેના ઉપર શક જતા ગાડીમાં બેસેલ અન્ય ચાર ઇસમોને નીચે ઉતારી ખાત્રી કરતા બોગસ પોલીસ હોવાનું જણાયું હતું.

મજકુર ઇસમોએ ફોર વ્હીલ ગાડીના ચાલક ડ્રાઇવર અમીત ઉર્ફે રાજા સોનુસિંગ( રહે. ધરનં ૧૧૯ સીતાનગર સોસા નાદ્રસિંગના મકાનમા રામજી મંદીરની પાછળ પાંડેસરાગામ સુરત મુળ વતન ગામ અમરાઇ નવાદા જી.આરા(બીહાર) એ પોલીસ યુનિફોર્મ ધારણ કરી પોલીસમાં નોકરી કરવાનો
શોખ હોઇ જેથી પોલીસ યુનિફોર્મ ધારણ કરી બીજા સહ આરોપીઓ સાથે પોતે રાજય સેવક નહી હોવા છતા પોલીસ ડીપાર્ટમેન્ટના એલ આર (લોકરક્ષક) કક્ષાના કર્મચારી હોવાનું લોકો માને તે રીતે વર્તન કરી રાજય સેવકનો પોલીસનો સંપુર્ણ યુનિફોર્મ ધારણ કરી વર્તન કરેલ હોઇ, જેથી શર્ટ, પેન્ટ, ટોપી, નેઇમ પ્લેટ બુટ, લાકડી સહીત તમામની કી રૂ.2000 તથા સ્વીફ્ટ ડીઝાયર ગાડીની કી.રૂ.5,00,000/-તેમજ અલગ અલગ ઇસમો પાસેના મોબાઇલ ફોન નંગ ૫ જેની કુલ કી.રૂ.90,000 ની સાથે કુલ કી.રૂ.5,90,000/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ એકબીજાની મદદગારી કરી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ સંઘન તપાસ નાયબ પોલીસ વડા દુધાત મેડમ કરી રહ્યા છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નર્મદામાં રોજ મરતા  લોકોનાં મૃત્યુનાં આંકડાનાં સમાચાર લખતા પત્રકારોની કલમ ધ્રુજે છે ! રાજપીપળાની કોવિડ હોસ્પિટલ શું ડેથ સેન્ટર બની ગયું છે..!!?

ProudOfGujarat

સુરત: બારડોલીના બાબેન ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે ‘વેક્સીનેશન મહાઅભિયાન’નો પ્રારંભ કરાવ્યો

ProudOfGujarat

ભરૂચનાં ધારાશાસ્ત્રીઓ CAA અને NRC નો વિરોધ કરી આ કાયદા ભારતીય બંધારણ વિરુદ્ધનો હોવાથી તેને રદ કરવાની માંગણી કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!