Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડેડીયાપાડાના વેપારી સાથે ચીકદા ગામ નજીક ઇન્ડીયન ઓઇલનો પેટ્રોલ ખોલી આપવાના બહાને આપેલા 27 લાખ રૂપિયાની છેતરપિંડી…

Share

ગુજરાતીમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે એ કહેવત અનુસાર ડેડીયાપાડાના વેપારી ચીકદા ગામ નજીક ઇન્ડીયન ઓઇલનો પેટ્રોલ ખોલી આપવાનો પાકો ભરોસો આપતાં વેપારી ભોળવાઈ જઈ કેનેરા બેન્કના જુદા જુદા નામના ખાતામા રૂ. 27,00,000/- ટ્રાન્સફર કરાવી દીધા હતા. આ રૂપિયા લઈ ઇન્ડીયન ઓઇલનો પેટ્રોલ પંપ નહીં ખોલાવી આપી અને આપેલ રૂપીયા પણ પરત નહી કરી વેપારી સાથે સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા ઇન્ડીયન ઓઇલ કોપોરેશન લીમીટેડ ત્રીજો માળ બી. વીંગ, ફોર્ચ્યુન બીલ્ડીંગ ભારત નગર બાંદ્રા – કુલ કોમ્લેક્ષ મુબઇ મહારાષ્ટ્ર -400051 ની ખોટી ઓળખ ઉભી કરનાર તથા ટેકનીકલ સોર્સ આધારે મળી આવેલ આરોપીઓ વિરુધ્ધ તથા મોબાઈલ નંબર ધારક તેમજ બેન્ક ખાતા ધારકોના વિરુધ્ધમાં કાયદેસરની ફરિયાદ ડેડીયાપાડા પોલીસ મથકમાં કરતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે ફરિયાદી મહેન્દ્રભાઇ સોનજીભાઇ વસાવા( ઉ.વ.૪૩ ધંધો – વેપાર તથા ખેતી રહે.ચીકદા, દેવજી ફળીયુ તા,ડેડીયાપાડા જી.નર્મદા) એ આરોપીઓ આરોપી મો.ન વાળો ઈસમ આરોપી ન-૨ તપનદાસ (રહે. બંગાળી ટોળાં મંજલી, કાલી મંદીર, રામધર (ઝારખંડ)તથા તથા આરોપી ન:૩ રવિન્દ્રનાથ રહે.લોહીયાનગર, કોશી કોલેજ એન.આ.જેલ ધારા, ખાગરીયા (બિહાર)તેમજ આરોપી ન-૪ અમિતકુમાર રહે. રામપુરા, પટાસપૂર પૃવે મિદનાપુર, (પશ્ચીમ બંગાળ)સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર તા.૦૭/૦૨/૨૦૨૦ થી તા. ૦૨/0૧/૨૦૨૧ દરમ્યાન પેટ્રોલ પંપ ચીકદા ગામથી પાંચ કીલોમીટરના અંતરમાં ખોલવા સારૂબાંદ્રા – કુર્લા કોમ્પલેક્ષ મુબંઇ (મહારાષ્ટ્ર) ૪૦૦૦૫૧ એ ઈમેલ કરી મોબાઈલ ફોન કરનાર આરોપીએ મોબાઈલ નં ઉપરથી ફરિયાદીનો સંપર્ક કરી આરોપી તપનદાસ રહે. બંગાળી ટોળાં મંજલી, કાલી મંદીર,રામઘર (ઝારખંડ) કેનેરા બેન્ક ખાતા ન- 25151o1o12029 જેનો IFSC No-CNREco08108 તથા આરોપી રવિન્દ્રનાથ રહે.લોહીયાનગર, કોશી કોલેજ એન.આ.જેલ ધારા, ખાગરીયા (બિહાર) ના કેનેરા બેન્ક ખાતા ન-582310100%254 જેનો IFSC-CNRB0008108 તથા આરોપી અમિતકુમાર રહે. રામપુરા ,પટાસપુર પૂર્વ મિદનાપુર,(પશ્ચીમ બંગાળ) ના કેનેરા બેન્ક ખાતા ન-
3291o1o07641 જેનો IFSC-CNRB0008108 માં અલગ અલગ બહાના બતાવી કુલ રૂ.૨૭,00,000/-(સતાવીસ લાખ) ટ્રાન્સફર કરાવી લઈ ઇન્ડીયન ઓઇલનો પેટ્રોલ પંપ નહીં ખોલાવી આપી કે આપેલ રૂપીયા પરત નહી કરી મારી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરતા ડેડીયાપાડાના વેપારીને 27 લાખનો ચૂનો ચોપડી છેતરપિંડી કરતા વેપારીની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

શંકાસ્પદ ચાર હજાર કિલો ના ભંગાર સાથે એક ની અટક કરતી ભરૂચ એસ ઓ જી

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના તવડી નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો

ProudOfGujarat

શહેરા તાલુકાના લાભી પાટીયા પાસે ટ્રકના ચાલકે બાઈકસવારને અડફેટમાં લેતા એકનું કમકમાટીભયું મોત :બેની હાલત ગંભીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!