ગુજરાત રાજય માં છેલ્લા દોઢ વર્ષથી કોરોના લીધે માનવ જીવન પર ઘણી અસર પર પડી છે. જેમાં હમણાં થોડા સમય પહેલા જ કોરોનાની બીજી લહેર ઓછી થઇ છે . જોકે હજુ પણ રાજય માં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજય માં કોરોનાને મોટા ભાગ ને કારણે ધંધા-રોજગારથી લઈને પરિવાર પર પણ મોટી અસર પડી છે. જેમાં કોરોના કાળમાં અનેક લોકોએ પોતાના માતા-પિતા પણ ગુમાવી દીધા છે. તો ઘણા ઘર માં એવું પણ બન્યું છે કે દેશમાં અનેક બાળકો અનાથ બની ગયા છે. ત્યારે રાજ્ય સરકારે પણ આવા બાળકોની સાવચેતી માટે અનેક મહત્વની જાહેરાત કરી છે.
ત્યારે ગુજરાતમાં વડોદરામાં આવેલી મહારાજા સયાજીવાર યુનિવર્સિટી દ્વારા પણ સંવેદનશીલ નિર્ણય કરાયો છેવડોદરાની એમએસ યુનિવર્સિટીએ કોરોના ની મહામારી ને જોતા મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં એમએસ યુનિવર્સિટી કોરોના કાળમા માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની ફી માફ કરશે. તેમજ યુનિવર્સિટીએ કોરોનામાં માતા અથવા પિતા ગુમાવનાર વિદ્યાર્થીની ફી પણ માફ કરવાનો નિર્ણય કર્યો છે. જયારે મહત્વની છે કે યુનિવર્સિટીના આ નિર્ણયથી કોરોના કાળમાં અનાથ બનેલા વિદ્યાર્થીઓને મોટો લાભ થઈ શકે છે.આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે શહીદ જવાનના બાળકો અહીં અભ્યાસ કરે છે તેની ફી પણ માફ કરવામાં આવશે. આ સાથે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર વિદ્યાર્થી જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેની પણ ફી માફ કરવામાં આવશે. જેનાથી ઘણા વિદ્યાર્થીઓને લાભ થશે