ભરૂચ એલસીબી પોલીસે ગત 11 મી ઓગસ્ટે પાનોલી જીઆઇડીસીની શુભમ કેમિકલ કંપનીમાં સર્ચ કરતા કંપનીમાં જ્વલનશીલ ફ્યુઅલ ઓઇલનો જથ્થો મળી આવ્યો હતો. પ્લાન્ટના સેડમાં 33,600 લીટર જથ્થો સંગ્રહ કર્યો હતો. જે જથ્થો વિપુલ માત્રામાં અને જ્વલનશીલ હોવા છતાં કોઈપણ ફાયર સેફટી જોવા મળી નહોતી. જે અંગે પ્રથમ એફ.એસ.એલ. અને અંકલેશ્વર મામલતદાર, ડી.વાય.એસ.પીના માર્ગદર્શન હેઠળ જરૂરી પુરાવા અને મંજૂરી અંગે તપાસ કરાઈ હતી.
કંપનીના સેડમાં અલગ અલગ 33 ટેન્ક મળી હતી. જેમાં જથ્થો સંગ્રહ કર્યો હતો. તેને લગતી વિવિધ એજન્સીઓ દ્વારા જુદા જુલા નેમ્સ મુજબ તપાસ કરતા આ જથ્થો સંગ્રહ કરવા નોમ્સ આધારિત જરૂરી ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસ દ્વારા હાલ ફાયર અને સેફટીનો અભાવ અંગે પ્રાથમિક ફેક્ટરી માલિક સામે ગુનો નોંધ્યો હતો.
ભરૂચ જિલ્લામાં પાલેજથી લઈને પાનોલી સુધી હાઈવે ઉપર ગેરકાયદે ચાલતા બાયોડીઝલ પંપ ઉપર તપાસ કરી તંત્રએ અત્યારસુધી 15 થી વધુ પંપ સીઝ કર્યા છે. સેફ્ટી પર્પરઝને લઈને આ પંપ સીઝ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે અગાઉ પાનોલી જીઆઈડીસીમાં બે સ્થળેથી ગેરકાયદે કેમિકલનો જથ્થો ઝડપાયો હતો. જેના કારણે પોલીસ દ્વારા પણ સર્ચ કરવામાં આવી રહ્યું હતું. અગાઉ ગેરકાયદે કેમિકલ સાથે ઝડપાયેલી કંપનીઓના કારણે પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર