લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે એ કહેવત અનુસાર સને તા.ર૬/૦૧/૨૦૧૪ થી સને-૨૦૨૦ કુલ 6 વર્ષ દરમ્યાન જુદા-જુદા સમયે રાજપીપલા ટાઉનમા વિકાસ માર્કેટીંગ ભાગીદારી પેઢીના નામે ખોલાવેલ અને લકી ડ્રો યોજના શરૂ કરેલ જેમાં લોકોએ લાખો રૂપિયાનું રોકાણ જેમાં પાર્ટનરોએ કુલ રૂ.62,51,000/- ની છેતરપિંડી કર્યાની ચોકાવનારી હકીકત બહાર આવી છે.
આ અંગે રાજપીપલા પોલીસ મથકમાં ફરીયાદી જગદીશભાઈ રમણીકભાઈ ખુંટ(પટેલ) (ઉ.વ.૪૭ મુળ રહે. માગનાથ પીપળી તા.વિસાવદન, જી.જુનાગઢ હાલ રહે. કપુરાઇ ચોકડી કાન્હા હાઇ-૨ સી-ર0૧,વડોદરા તા.જી.વડોદરા) એ આરોપીઓ (૧) અલ્પેશભાઈ મનુભાઈ વાઢેર રહે.મુળીધર તા.ગીરગઢડા જી.ગીર સોમનાથ (૨) વિશાલભાઈ રાયસીંગભાઈ ગોહીલ (રહે.બોડીનાર તા.ઉના જી.જુનાગઢ)સામે છેતરપિંડીની ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત અનુસાર આરોપી અલ્પેશભાઈ મનુભાઈ વાઢેર( રહે.મુળીધર તા.ગીર ગઢડા જી.ગીર સોમનાથ)એ ઇનામી ડ્રો યોજના વિશે જાણકારી આપી તેમા ઘણો જ આર્થિક લાભ મળશે તેમ જણાવી ફરીયાદીને વિશ્વાસમાં લઇ ઇનામી ડ્રો યોજના વિકાસ માર્કેટીંગ ભાગીદારી પેઢીના નામે ખોલાવેલ અને આ ભાગીદારી પેઢીમાં પોતાના વતી તેઓના મળતીયા સહ આરોપી વિશાલભાઈ રાયસીંગભાઈ (રહે.બોડીનાર તા.ઉના જી.જુનાગઢને) પાટનર બનાવી આ ઇનામી ડ્રો યોજના વિકાસ માર્કેટીંગ ભાગીદારી પેઢીના રૂપિયામાંથી ઉપાડી ઇનામી ડ્રો યોજનાની અવધી પુરી થયેથી હિસાબ કરવાનું જણાવેલ. ત્યારે આરોપી અલ્પેશભાઈએ ઉના બાજુ પથ્થર કાઢવાની લીઝ ફરીયાદી સાથે ભાગીદારીમાં લેવાનું જણાવેલ. અને ટુકડે-ટુકડે રૂપિયા રૂ.12,00,000/-(અંકે રૂપિયા બાર લાખ પુરા) તથા તેઓને રાજપીપલા ખાતે નવજીવન શો રૂમમાંથી હોન્ડાઇ કંપનીની નવી ફોરવ્હીલ ગાડી નંબર GJ2244537 જેનુ ડાઉન પેમેન્ટ રૂ.૧,૨૫,000/- (અંકે રૂપિયા એક લાખ પચ્ચીસ હજાર પુરા) તેમજ લોનની હપ્તાની રકમ રૂ.2,05,000/- (અંકે રૂપિયા બે લાખ પાચ હજાર પુરા) ભાગીદારી પેઢીમાથી ઉપાડ કરાવી કુલ રૂપિયા.15,30,000/- (પંદર લાખ ત્રીસ હજાર પુરા) ની વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરેલ. જેથી ભાગીદારી પેઢીમાં પુરતુ ભંડોળ ન હોવાથી અને ઇનામના છેલ્લો ડ્રો બાકી હોય જેમાં ૩૫0/- ઇનામો આપવાના બાકીમાં હોય જેની અંદાજે કિ.રૂ.ર૯,૭૫,000/- (ઓગણત્રીસ લાખ પચ્યોત્તેર હજાર પુરા) જેટલી થતી હતી.જે રૂપિયા ભરપાઇ કરવા માટે ફરીયાદીએ અલગ-અલગ શ્રોફોમાંથી 3% ટકા લેખે રૂપિયા લઇ ભરપાઇ કરવાનો વારો આવ્યો હતો અને લીધેલ રકમનું શ્રોફ ખાતેના ત્રણ વર્ષનું 3% લેખે વ્યાજ રૂપિયા રૂ.૩૨,૭૬,000/- મળી કુલ રૂ.62,51,000/- નુ દેવુ કરાવી ગુન્હો કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા