ભરૂચ પંથકમાં રહેતા ગંગાબેન નવીનભાઈ વસાવા અને ગીતાબેન મનહરભાઈ પ્રજાપતિએ છેલ્લા પાંચથી છ વર્ષથી ભરૂચ જીલ્લામાં ગણપતિ બનાવી અને તેનું વેચાણ કરે છે. તેઓ ગુજરાત માટીકામ સસ્તન ગાંધીનગર સાથે જોડાયેલા છે. આ વર્ષે પણ સરકાર દ્વારા ગણેશ ચતુર્થીને લઈને ઘણા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેને લઈને મુર્તિ વેચાણકર્તાઓને ઘણી હાલાકી થઈ રહી છે.
બંને મહિલાઓ સાથે ખાસ વાતચીત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે ગણેશ ચતુર્થીને હવે એક મહિનો પણ બાકી નથી અને આ વર્ષે બજારમાં મંદીનો માહોલ છે. મુર્તિના વેચાણમાં પણ મંદી વર્તાઇ રહી છે સરકાર દ્વારા 4 ફૂટની મુર્તિ જ માન્ય રાખવામા આવી છે ત્યારે તેના માટી અને મટિરિયલમાં 30 થી 40 % નો વધારો થયો છે અને માર્કેટમાં પણ તેના વેચાણમાં તેટલો જ વધારો થઈ રહ્યો છે.
બંને મહિલાઓ દ્વારા બનાવામાં આવેલ માટીની મૂર્તિઓ પર્યાવરણને નુકશાન ન થાય તે અનુસંધાને શુધ્ધ માટીથી બનાવામાં આવી રહી છે અને વિસર્જન બાદ તેનો ઉપયોગ બાગ બગીચાઓમાં ખાતર તરીકે કરી શકાશે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે પાંચ મુર્તિ બનાવા માટે તેમજ રંગરોગાન અને મુર્તિ સજાવવા માટે તેઓને પાંચ દિવસની મહેનત લાગે છે ત્યારે સરકારે તેઓની મહેનત તરફ જોવું જોઈએ.
બંને મહિલાઓ દ્વારા મંદીને કારણે દર વર્ષની જેમ જ આ વર્ષે પાન યોગ્ય જ ભાવ રાખવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારનો ભાવ વધારો કર્યો નથી. ગત વર્ષે તેઓને વેચાણ માટે દુકાન મળી હતી પરંતુ આ વર્ષે તેઓ ઘરેથી જ મૂર્તિઓનું વેચાણ કરી રહ્યા છે.
રિધ્ધી પંચાલ, ભરુચ