વરસાદ જેમ જેમ વરસે છે તેમ તેમ તંત્રની પોલો ખૂલી રહી છે. એક કે બે વરસાદમાં જ રસ્તા ધોવાઈ રહ્યા છે ક્યા તો રસ્તાઓ પર મસમોટા ખાડા પડી રહ્યા છે ને અમુક જ્ગ્યા ઉપર રસ્તામાં દબાવાયેલા સળિયા પણ બહાર આવી ગયા છે. તો રાત્રિના અંધકારમાં સળિયા વાગી જાય, રસ્તાઈ પર પડેલા ખાડાઓમાં લોકો પડી જાય તેના માટે જવાબદાર કોણ..? લાખો કરોડોના ખર્ચે મટિરિયલ વાપરી અને રસ્તાઓ બનાવાય છે તો જાહેર જનતા દ્વારા પ્રશ્ન ઉદભવે છે કે શું લાખોના ખર્ચ માત્ર બિલ અને ચોપડા પૂરતા જ છે ..? લોકોની સલામતીનું શું..? તંત્ર જાણે પોતાના ખિસ્સા ભરવા બેઠું હોય તેમ વર્તાઇ રહ્યું હોવાની લોકચર્ચા અંકલેશ્વર પંથકમાં થઈ રહી છે.
ગતરોજ રસ્તા પર પડેલ ખાડાને પગલે એક ટેમ્પો ફસાતા ભારે હાલાકી થઈ હતી જેમાં અંકલેશ્વર નગરપાલિકાએ જે.સી.બી મોકલી અને ટેમ્પો ખસેડી દેવામાં આવ્યો હતું પરંતુ તેનો ઉપાય માત્ર શું જે.સી.બી બોલાવીને હાલાકી દૂર કરવાનો હતો..? લોકો દ્વારા નગરપાલિકાની પોલ ન ખૂલી જાય તે માટે તાત્કાલિક ટેમ્પો ખસેડવાની વાતો ચર્ચાઇ રહી હતી.
જેમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, જ્યારે વર્ષો જુની સમસ્યાનુ નીરાકરણ થતુ હોય ત્યારે તકલીફ પડતી હોય છે. હાઉસીંગ બોર્ડથી સુરતી ભાગોળ સુધી ડ્રેનેજ લાઇન નવી નંખાઇ છે જે જગ્યાએ ૧૭ ફુટ ખોડાણ થયુ હતુ જેને પુરાણ કર્યુ પણ છે પણ વરસાદ પડવાથી પાણી જમીનમા પચવાતી હોવાથી ખોડાણવાળી જગ્યા સ્વાભાવીક છે કે બેસવાની છે બાકી રોજ અમે પણ આ જગ્યાની વીઝીટ કરીએ છે અને પુરાણ પણ કરાવી જ રહ્યા છે. ટુક સમયમા આખી સમસ્યા પુરી થઇ જશે. હવે જોવું રહ્યું કે તંત્ર કામગીરી ક્યારે હાથ લે છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર