જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ સંચાલિત અનસૂયા જે મોદી વુમન એમપાવર્મેન્ટ પ્રોજેક્ટમાં બહેનોને જુદા જુદા વિષયોમાં તાલીમ આપી રોજગાર મેળવવામાં મદદ કરવામાં આવી રહી છે. લગભગ સાત વર્ષથી ચાલી રહેલ આ પ્રોજેક્ટમાં 2700 થી વધારે બહેનોએ તાલીમ લઇ પગભર થવાનો પ્રયત્ન કરેલ છે.
આ પ્રોજેક્ટમાં તા. 17 મી ઓગષ્ટના રોજ બહેનોને સઘન તાલીમ મળે અને સાથે સાથે આંશિક રોજગારી મળી શકે તે માટે એક નવા ટ્રેનિંગ કામ પ્રોડક્શન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ કરવાથી બહેનોને ગુણવતાસભર કામ કરવા અભ્યાસ તેમના આત્મવિશ્વાસમાં ખુબ જ વધારો કરશે.
મુંબઈના ઉદ્યોગપતિ ધવલભાઈ અને ભક્તિબેન જેઓ વટારીયા સ્થિત કે.ટી એપરેલ્સમાં ગારમેન્ટનું ખુબ જ ગુણવત્તા સભર કામ 350 કરતા વધારે બહેનો સાથે કરી રહ્યા છે. આ દંપતી અમારા કામમાં જોડાયા છે. આ કાર્યની શરૂઆત કરતા આશીર્વાદ આપવા અને કામ કરતા સૌ બહેનોનો ઉત્સાહ વધારવા, પ્રોજેક્ટના દાતા જે. બી. મોદી ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈના પરિવારના સભ્યો ભરતભાઈ મહેતા, પલ્લવીબેન મહેતા તથા જૈન સોશ્યલ ગ્રુપ, ભરૂચન પદાધિકારીઓ અને શુભેચ્છકો હાજર રહ્યા હતા.