Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : પ્રસિદ્ધ ફિલ્મ કલાકાર મિલિંદ સોમન દ્વારા મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “રન ફોર યુનિટી” નર્મદામાં ઠેર-ઠેર થનારુ ભવ્ય સ્વાગત.

Share

સમગ્ર ભારતને એક તાંતણે જોડનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ભારતની એકતાનું પ્રતિક બની છે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં આહવાનથી રાષ્ટ્રીય એકતા દિવસનાં રોજ દર વર્ષે રન ફોર યુનિટીનું આયોજન સમગ્ર ભારતમાં થાય છે, માનનીય પ્રધાનમંત્રીનાં આહવાનથી પ્રેરીત થઇને પ્રસિદ્ધ ફિલ્મ કલાકાર મિલિંદ સોમન એકતાના સંદેશ સાથે શિવાજી પાર્ક, મુંબઇથી ૮ દિવસમાં ૪૫૦ કિલોમીટરનું અંતર દોડીને કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચશે. વલસાડથી નર્મદા જીલ્લા સુધી દરેક જીલ્લા કલેકટર મિલિંદ સોમનનું સ્વાગત કર્યું છે. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર પણ જિલ્લાનાં પ્રતાપનગર ખાતે સ્વાગત કરશે.

મિલિંદ સોમન એક વરીષ્ઠ ફિલ્મ કલાકાર છે અને દેશભક્તિથી ભરપુર અનેક ફિલ્મોમાં મહત્વની ભુમિકા ભજવી છે આ સાથે તેઓ પ્રધાનમંત્રીનાં સ્વપ્ન “ફીટ ઇન્ડીયા” અને “સ્વસ્થ ભારત” નાં સંદેશને ભારતમાં ફેલાવી રહ્યા છે. મિલિંદ સોમન તેમનાં પત્ની અને ૮ સભ્યોની ટીમ સાથે ગત તા. ૧૫ ઓગસ્ટ થી શિવાજી પાર્ક, મુંબઇથી પ્રતિદિન ૫૦ કીલોમીટર દોડ શરૂ કરી છે અને આગામી તા. ૨૨/૦૮/૨૦૨૧ નાં રોજ સાંજે ૦૪.૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે.

Advertisement

તારીખ દોડની શરુઆત રાત્રી રોકાણ
૧૫/૦૮/૨૦૨૧ શિવાજી પાર્ક- વિરાર
૧૬/૦૮/૨૦૨૧ વિરાર -ચરોટી
૧૭/૦૮/૨૦૨૧ ચરોટી-ભિલાડ
૧૮/૦૮/૨૦૨૧ ભિલાડ-ડુંગરી
૧૯/૦૮/૨૦૨૧ ડુંગરી – પલસાણા
૨૦/૦૮/૨૦૨૧ પલસાણા-અંકલેશ્વર
૨૧/૦૮/૨૦૨૧ અંકલેશ્વર-પ્રતાપનગર
૨૨/૦૮/૨૦૨૧ પ્રતાપનગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી

યાત્રા દરમ્યાન વલસાડથી નર્મદા જિલ્લા સુધી દરેક જીલ્લાની બોર્ડર પર જીલ્લા વહીવટીતંત્ર મિલિંદ સોમનનું સ્વાગત કરશે. નર્મદા જીલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. તે પ્રમાણે પ્રતાપનગરથી કેવડીયા સુધી અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવશે.

૨૧/૦૮/૨૦૨૧ ૧૬.૩૦ પ્રતાપનગર જીલ્લા વહીવટીતંત્ર
૨૧/૦૮/૨૦૨૧ ૧૭.૦૦ ધારીખેડા નર્મદા સુગર,ધારીખેડા
૨૨/૦૮/૨૦૨૧ ૦૭.૦૦ આમલેથા પોલીસ અને ગામ આગેવાન
૨૨/૦૮/૨૦૨૧ ૦૯.૩૦ વિજય ચોક,રાજપીપલા પાલીકા પ્રમુખ
૨૨/૦૮/૨૦૨૧ ૦૯.૪૫ આંબેડકર ચોક, રાજપીપલા વૈષ્ણવ વણીક સમાજ
૨૨/૦૮/૨૦૨૧ ૧૦.૧૦ સંતોષ ચારરસ્તા,રાજપીપલા રોટરી ઇન્ટરનેશનલ કલબ
૨૨/૦૮/૨૦૨૧ ૧૦.૩૦ ગાંધી ચોક,રાજપીપલા યુનિયન બેંક ઓફ ઇન્ડીયા, રાજપીપલા
૨૨/૦૮/૨૦૨૧ ૧૨.૩૦ ગોપાલપુરા સમસ્ત ગામ
૨૨/૦૮/૨૦૨૧ ૧૩.૩૦ ફુલવાડી સમસ્ત ગામ
૨૨/૦૮/૨૦૨૧ ૧૬.૦૦ ગોરા મુખ્ય કારોબારી અધિકારી, SOUADTGA.
૨૨/૦૮/૨૦૨૧ ૧૬.૩૦ વાગડીયા જનરલ મેનેજર. યુનિયન બેંક ઓફ ઇન્ડીયા
૨૨/૦૮/૨૦૨૧ ૧૭.૦૦ સ્ટેચ્યુ ઓફ યુનિટી

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : નૂપુર શર્મા અને નવીન જિંદલ સામે કાર્યવાહીની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

પંચમહાલ : લક્ષ્મી નારાયણદેવ યુવક મંડળ દ્વારા જરૂરિયાત મંદ લોકોને અનાજ કિટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

એલએન્ડટી ફાઈનાન્સે એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) સાથે 125 મિલિયન યુએસડી માટે તેના પ્રથમ ધિરાણ કરાર કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!