Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : પવિત્ર શ્રાવણ માસમાં નર્મદા તટે આવેલ ગોરા ખાતે શુલપાણેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ.

Share

નર્મદા જિલ્લાના નર્મદા તટે ગોરા ખાતે આવેલ શુલ્પાણેશ્વર મહાદેવનુ એક માત્ર એવુ સ્વયંભુ શિવ મંદીર છે જેની સ્થપના ખુદ ભગવાન શંકરે કરી હતી. આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ સ્કંધ મહાપુરાણ અને રેવાસ્કંધમા ઉલ્લેખ છે. આ મંદિરની વિશેષતા એ પણ છે કે નર્મદા ડેમમા આ મંદિર ડુબાણમા જવાથી આખે આખા મંદીરે જળસમાધિ લેતા મંદીર ડૂબમા જવાથી 1994 મા તેની મૂળ મંદીરની પ્રતિકૃતિ સમાન ગોરા ટેકરી પર નવા મંદીરનુ નિર્માણ કરવામાં આવ્યું. ત્યારથી દર ચૈત્રી અમાસે અહીં ભવ્ય મેળો ભરાય છે જેમાં ત્રણ રાજ્યોના લાખો ભક્તો ભગવાનના દર્શને ઉમટે છે અને ભગવાનના દર્શન કરી અને નર્મદા સ્નાન કરી ધન્યતા અનુભવે છે. આવો આપણે આ પ્રાચીન મંદીરનો ઇતિહાસ જાણીએ.

હાલ પવિત્ર શ્રાવણ માસમા નર્મદા તટે આવેલ ગોરા ખાતે શુલપાણેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ જામી રહી છે. સરદાર સરોવર નર્મદા યોજનાને કારણે ડૂબમાં જતા આ મૂળ મંદીરે નર્મદામાં જળસમાધી લીધી હતી. ત્યારબાદ ગોરા ગામે નર્મદા નદીથી ૧૬૦ ફૂટ દૂર નાની ટેકરી ઉપર તેની પ્રતિકૃતી સમાન શુલ્પાણેશ્વર મહાદેવનુ નવું મંદીર તૈયાર કર્યું છે. જયા આજે પણ આ મંદીર લાખો ભક્તોની આસ્થાનુ કેન્દ્ર બન્યું છે. ગોરા ખાતે શુલપાણેશ્વર મહાદેવનું નવું મંદિર ગુજરાતમાં બેનમૂન કલાકારીગરી યુક્ત પ્રાચિન અને અર્વાચીન સંસ્કૃતિના સુમેળ સમાન મંદિર ગણાય છે. અહીં
શુલપાણેશ્વર મહાદેવના મંદીરે ચૈત્રી અમાસે ભવ્ય ભાતીગળ મેળો ભરાય છે. જેમાં ત્રણ રાજ્યો મધ્યપ્રદેશના ત્રણ રાજ્યોના લાખો શ્રધ્ધાળુઓનો માનવ મહેરામણે મેળામાં ઉમટે છે.1994 થી નવા મંદિરે ભવ્ય મેળો ભરાય છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય પવિત્ર શ્રાવણમા શુલપાણેશ્વરદાદાની પૂજા અને ભક્તિનુ વિશેષ ધાર્મિક મહત્વ છે. પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટે છે અને નર્મદા સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. શ્રધ્ધાળુઓ શુલપાણેશ્વર મહાદેવના દર્શન કરી પોતાની બાધા, આખડી, માન્યતા પુરી કરી ધન્યતા અનુભવે છે.

પૂરાણોમાં જણાવ્યા અનુસાર અંધકાસુર દૈત્યનો વધ કર્યા બાદ ભગવાન શંકરે રક્તરંજીત ત્રિશુલ ધોવા માટે ભગવાન શંકરે આ ભૂમિમાં ત્રિશુલ વડે પ્રહાર કર્યો હતો. ત્યારબાદ આ ધરતી રસાતાળ થતાં તેમાંથી શિવલીગ પ્રગટ્યું અને જમીનમાથી ફુવારો છૂટ્યો તેમાં ભગવાને ત્રિશુલ ધોયું હતું. તેથી તે શુલપાણેશ્વર મહાદેવ કહેવાયા. સ્કંધ પુરાણમા 44 મા અધ્યાયમા શુલભેદ પ્રસંશાનુ વર્ણન છે. ભગવાન શિવજીએ ભ્રુગુપર્વત ઉપર અહીંથી 12 કિમિ સરદાર સરોવર ડેમથી 4 કિમિ પાછળ ભગવાન શિવજીએ આ પર્વત ઉપર શિવજીની સ્થાપના કરી હતી. ચૈત્ર વદ અમાસના દિવસે બ્રહ્મહત્યાં લગતા બ્રહ્મહત્યાંનો મોક્ષ થતાં ભગવાન શિવજીએ પોતાના હાથે આ શિવલીગની સ્થાપના કરી હતી.

ઉપરાંત નવા મંદિરમાં શિવલીંગ ઉપર ચાંદીનો નાગ છે તે સંવંત ૧૯૬૪ મા ભરુચના લાલા ગોવીદ ગોરવાલાએ પંચધાતુની નકકર ધાતુ પર ચાંદીના પતરા જડી તૈયાર કરાવ્યો હતો. જે તે સમયે તેની કિંમત ૨૧ રૂ. હતી હવે જો કે આજે તેની કિંમત લાખોમાં વધી જવા પામી છે. તે ઉપરાંત ત્યા માતા પાર્વતી દેવીની મૂર્તિને આગળના ભાગે શ્રી ગણેશજી તથા હનુમાનજી અને કશ્યપદેવ સાથીભવય નંદીની સ્થાપના પણ કરવામાં આવી છે. અહીં ભરાતા મેળામાં દાળીયાનું સૌથી મોટું બજાર ભરાય છે. શિવજીને દાળીયા અતિ પ્રિય હોવાથી હજારો ભક્તોએ શીવજીને દાળીયાનો પ્રસાદ આજે પણ ચડાવે છે. અહીં નર્મદા સ્નાનનુ વિશેષ ધાર્મિક મહત્વ છે. પવિત્ર શ્રાવણમા ભક્તો નર્મદા સ્નાન કરી ધન્યતા અનુભવે છે.

Advertisement

શુલપાણેશ્વર મહાદેવના મંદિરે ચૈત્રી અમાસ વહેલી સવારે આરતી તથા પંચોપચાર પૂજા કરવામાં આવે છે. બપોરે આરતી પૂજા બાદ શુલપાણેશ્વર મહાદેવની શણગારેલી ભવ્ય પાલખી યાત્રા વાજતેગાજતે બેન્ડવાજા સાથે નીકળે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. જ્યા મહાદેવને પવિત્ર નર્મદા સ્નાન કરાવી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે આરતી પૂજન કરીને પાલખી યાત્રા વાજતે ગાજતે મંદિરે પહોચે છે. અમાસના દિવસે ૨૪ કલાક મંદીરના દ્વાર ખુલ્લા રાખવામાં આવે છે. મંદીરે આગલે દીવસે માતાજી અને મહાદેવના પૌરાણિક ઘરેણા ચાપતા પોલીસ બંદોબસ્ત સાથે ટ્રેઝરીમાથી લાવી ઘરેણા પહેરાવવામાં આવે છે તથા શ્રીજીનો શણગાર કરવામાં આવે છે. જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.

જ્યોતિ જગતાપ,રાજપીળા


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓને છેતરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના બિસ્માર માર્ગને સમારકામ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ProudOfGujarat

ભરૂચ SOG પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!