ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીને પગલે ધાર્મિક કામોમાં રોકટોક લગાવામાં આવી રહી હતી. જ્યાં વધુ ભીડ જામે તો કોરોનાનો ખતરો વધી શકે છે જે અંગે ધાર્મિક ક્ષેત્રો સહિત ધાર્મિક ધામો અને ધાર્મિક ઉત્સવો પર રોક લગાવામાં આવી રહી છે. પરંતુ શું માત્ર રોકટોક ધાર્મિક કામોમાં જ છે..? રાજકીય કામોમાં નથી..? દરેક ધાર્મિક ભક્ત આ સવાલ ઉઠાવી રહ્યો છે. જે હાલ ભરૂચ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સમગ્ર રાજ્ય અને ભરૂચ જિલ્લામાં આગામી 15 મી ઓગષ્ટના રોજ 1000 ની સંખ્યા વચ્ચે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધ્વજવંદન વેળાએ આટલી ભીડ એકઠી કરવી જરૂરી છે..? શું માત્ર સરકારી કર્મચારીઓ જ ભેગા મળીને કાર્યક્રમ યોજી શકે છે..? તેની સામે ગણેશ ચતુર્થી મુદ્દે મહોરમ મુદ્દે અને દશામાં વિસર્જન મુદ્દે સરકાર દ્વારા પ્રતિબંધો લગાવામાં આવ્યા હતા જે અંગે ભરૂચની જાહેર જનતાના મનમાં કેટલાક સવાલો ઉદ્દભવી રહ્યા છે. રાજકીય રેલીઓમા જો દરેકને જોડાવા અંગે ખુલ્લુ આમંત્રણ અપાઈ છે તો શા માટે પૃથ્વીનું સર્જનહાર કરનારના ભગવાનના શોભાયાત્રા અને વિસર્જન અંગે પ્રતિબંધો લાદવામાં આવે છે ..?
મહોરમ મુસ્લીમોના પારંપારિક તહેવારમાં તાજિયા અને ઘોડા કાઢવા અંગે મનાઈ કરવામાં આવી હતી, તેમજ દશા માતાની મુર્તિના વિસર્જન અંગે લોકો નર્મદા નદીના કિનારે આવી રહ્યા હતા ત્યારે કોઈ પણ જાહેરનામા વગર પોલીસ તંત્ર પોતાની મનમાની કરી અને વિસર્જન ન કરવા દેતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નવરાત્રિ જેવા માતાજીનાં પર્વને પણ મોકૂફ રાખવામા આવી છે. ત્યારે જનતા વિરોધ નથી કરી રહી પરંતુ જે સરકાર દ્વારા રેલી અને લોકાર્પણ કામો કરવામાં આવે છે તેની સામે અન્યાય અનુભવી રહી હોવાની લોકચર્ચાઓ સામે આવી રહી છે.
આગામી દિવસોમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા માત્ર 4 ફૂટની મુર્તિની સ્થાપના કરવાનું જાહેનામું બહાર પાડવામાં આવ્યું હતું અને એકઠા ન થવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ ગત મહિને નર્મદા મૈયા બ્રિજના ઉદ્ધાટન સમારોહમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા શું તે સમય દરમિયાન કોરોના કોઈને નહીં અભરખે..? સરકારી કાર્યક્રમોમાં નથી તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું કે નથી કોરોનાની કોઈ પણ ગાઈડલાઈનોનું પાલન થતું… સરકારની રેલી યોજાઇ શકતી હોય તો આશીર્વાદ આપનારા ગણેશજીની પણ યાત્રા નિકળવી જોઈએ તેવી દરેક ભરૂચના ગણેશ ભક્તોની માંગ ઉઠી છે.