Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારત માટે માઠા સમાચારઃ તાલિબાનીઓના પાપે ડુંગળી અને સૂકા મેવાના ભાવોમાં થશે જંગી વધારો

Share

અફઘાનિસ્તાન પર કબજો જમાવતાની સાથે જ તાલિબાનોએ ભારત પ્રત્યે તેમની વિચારસરણીનું પહેલું ઉદાહરણ રજૂ કરી દીધું છે. તાલિબાનોએ ભારત સાથે આયાત-નિકાસનો બધો વેપાર બંધ કરી દીધો છે. નોંધનીય છે કે, અશરફ ગની સરકારના કાર્યકાળમાં ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો ઘણાં સારા થઈ ગયા હતા. નવી દિલ્હીમાં અફઘાનમાં ઘણી વિકાસ પરિયોજનાને આકાર આપ્યો હતો. પરંતુ હવે પહેલાં જેવા સંબંધો રહેવાની શક્યતા ખૂબ ઓછી છે.

ભારતને લઈને તાલિબાને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાને ભારત વિરુદ્ધ કર્યો મોટો નિર્ણય લીધો. તાલિબાનના આ નિર્ણયને કારણે ભારતને મોટું નુકસાન થશે. અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે વર્ષોથી મોટાપાયે વ્યાપારિક સંબંધો રહ્યાં છે. જોકે, અફઘાનમાં તખ્તાપલટ બાદ હવે જ્યારે તાલિબાન રાજ આવી ગયું છે ત્યારે તાલિબાને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના ઇમ્પોર્ટ-એક્સપોર્ટ બિઝનેસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો છે. જેનો સીધો અસર ભારતના બજારો પર પણ જોવા મળશે. અફઘાનિસ્તાન પર તાલિબાન શાસનની સ્થાપના પછી, ત્યાંની નીતિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. ભારત હજુ પણ તાલિબાનને લગતી પોતાની વિદેશ નીતિને લઈને મૂંઝવણમાં છે, પરંતુ તાલિબાનનો દૃષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ થઈ ગયો છે. તાલિબાને ભારત સાથેની તમામ આયાત અને નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

ભારત ખાંડ, ચા, કોફિ, મસાલા સહિત ઘણી વસ્તુઓની નિકાસ કરે છે, જ્યારે મોટા પાયે ડ્રાયફ્રૂટ્સ અને ડુંગળીની આયાત કરવામાં આવે છે. હાલ માનવામાં આવે છે કે, અફઘાનિસ્તાનમાં ચાલતા વિવાદોના કારણે આગામી દિવસોમાં ડ્રાયફ્રૂટ્સમાં વધારો થઈ શકે છે. કારણ કે ભારત અંદાજે 85 ટકા ડ્રાયફ્રૂટ્સની આયાત અફઘાનિસ્તાનથી કરે છે. આ પહેલાં તાલિબાનોએ જાહેરાત કરી હતી કે, ભારત સાથે તેમના સારા સંબંધો છે. તે ઉપરાંત ભારત અહીં પર તેમના ચાલુ દરેક કામ અને રોકાણ સંબંધિત પ્રોજેક્ટ્સ કોઈ પણ તકલીફ વગર પૂરા કરી શકે છે. જોકે તાલિબાનના વાણી અને વર્તનમાં ફેર છે. તેથી હાલ કઈ પણ કહેવું મુશ્કેલ છે.


Share

Related posts

વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ-દોલતપુરા પાટીયા પાસે વહેલી સવારે પાટડીના પીપળીઘામ જતા પગપાળા યાત્રાળુઓ પર પુર ઝડપે આવી રહેલ કાળમુખો ટ્રક ફરી વળ્યો, મહિન્દ્રા જીપ ને ટક્કર મારતા ઘટનાસ્થળે 3 યાત્રાળુઓ ના મોત,10 લોકો ને નાનીમોટી ઇજા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા મથકે આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાનો કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ગરીબ સગીરા અને તેની બેન અનાજ દળવા ગઈ હતી ત્યારે આરોપી પતિ-પત્નિ ઓળખાળનો લાભ લઈ કપડા અપાવવાના બહાને લઈ જઈ ગોંધી રાખી આરોપી પત્નિની મદદથી બળાત્કાર ગુજારવાના કેસમાં નરાધમ આરોપીને ૧૦ વર્ષ કારાવાસની સખત સજા તેમજ રૂ.૨૦૦૦ નો દંડ ફટકારતી નામદાર કોર્ટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!