ગુજરાતના આણંદની ગૌરવ લજ્જા ગોસ્વાનીને રોલ મોડલ બનાવી ખુશીએ રાજ્યમાં તેની કેટેગરીમાં ઘણા મેડલ મેળવી ભરૂચનું નામ રોશન કરતા ભરૂચ રત્ન એવોર્ડ થઈ પણ તેને સન્માનિત કરવામાં આવી હતી.
ભરૂચની ખુશી ચુડાસમાની નેશનલ રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપ માટે પસંદગી કરાઈ છે. હવે ખુશી ચુડાસમા નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. હાલમાં તારીખ 14 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમ્યાન રમાયેલ 8 મી વેસ્ટ ઝોન ચેમ્પિયનશીપમાં કર્યો નેશનલ ક્વોલિફાઇંગ સ્કોર ખુશી ચુડાસમા દ્વારા કરતા રાષ્ટ્રીય કક્ષાએ રાઇફલ શૂટિંગમાં રમવા માટે જશે.
લોકડાઉન પત્યાને 1 વર્ષ બાદ ફરી શૂટિંગ રવનગ શરૂ થતાં તેણીએ રાજ્ય કક્ષાની રમતમાં પણ 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચની ગૌરવ અપાવ્યું હતું. રાજ્ય કક્ષાના રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલે ખુશીને પ્રોત્સાહિત કરવા તેને અભિનંદન પાઠવ્યા છે. ખુશી ચુડાસમા નેશનલ રાઇફલ શૂટિંગ એસોસિએશન દ્વારા આગામી દિવસોમાં રમનાર ચેમ્પિયનશીપમાં નેશનલ શૂટર તરીકે ક્વોલિફાઇ થઈ જતા હોવી તે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
ખુશી ચુડાસમાએ અમદાવાદ ખાતે રમાયેલ વેસ્ટ ઝોનમાં પ્રોન ઇવેન્ટમાં 22 રાઇફલ પર 568 ના સ્કોર સાથે કર્યો નેશનલ ક્વોલિફાયઇંગ સ્કોર કર્યો હતો. ખુશીએ અગાઉ ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપની વિવિધ કેટેગરીમાં ભરૂચનું પ્રતિનિધિત્વ કરી 1 ગોલ્ડ, 1 સિલ્વર અને એક બ્રોન્ઝ જીત્યા હતા. ભરૂચમાં વાગરાના ધારાસભ્ય અને રાઇફલ કલબના પ્રમુખ અરુણસિંહ રણાના હેઠળ વડદલા ખાતે ચાલી રહેલ ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનમાં કોચ મિત્તલબેન ગોહિલ અને અજયભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ ખુશી ચુડાસમા એ ગતવર્ષના લોકડાઉન પહેલા એક વર્ષમાં 12 ગોલ્ડ, 9 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ વેસ્ટ ઝોન, રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં મેળવી ભરૂચનું નામ રોશન કર્યું છે.