ઉમરપાડા તાલુકા મથક ખાતે કાર્યરત સરકારી રેફરલ હોસ્પિટલમાં નામ બદલી બોગસ એમ બી બી એસ ડોકટર તરીકે ફરજ બજાવતા નકલી ડોક્ટર અને નકલી ડોક્ટરને ફરજ ઉપર મૂકનાર અસલી ડોક્ટરને પોલીસે ઝડપી લીધા બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્ને આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
ઉમરપાડાની સરકારી રેફરલ હોસ્પિટલમાં ગાયનેક એમબીબીએસ ડોક્ટર તરીકે નિમણૂક પામેલ નરેશભાઈ કેશુભાઈ પાવસિયા પોતે સરકારી તબીબે હોવા છતાં સુરત ખાતે એક ખાનગી હોસ્પિટલ ચલાવતો હતો અને આ તબીબે પોતાની જગ્યાએ અન્ય નકલી ડોક્ટરને ફરજ ઉપર ઉમરપાડાની સરકારી રેફરલ હોસ્પિટલમાં મૂક્યો હતો. દર્દીઓના આરોગ્ય સાથે નકલી ડોક્ટર કરણ રાજુભાઈ જોટંગીયા ચેડા કરતા ઝડપાઈ ગયો હતો જેથી સુપ્રિટેન્ડન્ટ અનિલકુમાર ઝા એ અસલી અને નકલી બંને વિરુદ્ધ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઉમરપાડા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ બંને આરોપીને ઉમરપાડા પોલીસે માંડવી ખાતે આવેલ કોર્ટ માં રજુ કરી રિમાન્ડની માગણી કરી હતી કોર્ટ દ્વારા બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ