ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્ય માથી આવેલ શિક્ષક સર્વેક્ષણ બાબતે શિક્ષકોની ચિંતા કરી સરકારમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,શિક્ષણ સચિવ રાવસાહેબ, શિક્ષણ નિયામક જોશીતેમજ અન્ય અધિકારી સાથે સતત સંપર્કમાં રહી નીચેના જેવી બાબતો સ્પષ્ટ કરી છે. જેમાં જણાવાયું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત પ્રમાણે સર્વેક્ષણ હાથ ધરાશે.
આ કોઈ પરીક્ષા નથી. સી.આર.સી.કક્ષાએ યોજાશે.કોઈ સી.સી.ટી.વી કેમેરા નહીં, સર્વેક્ષણ સી.આર.સી. કોઓર્ડીનેટર દ્વારા લેવાશે.જવાબ વહી ઉપર કોઈ શિક્ષકે નામ લખવાનું નથી, આ સર્વેક્ષણ મરજીયાત રહેશે. આ સર્વેક્ષણનો હેતુ ફક્ત ભવિષ્યની તાલીમો ગોઠવવામાં કરવામા આવશે. આ સર્વેક્ષણ કોઈ વ્યક્તિગત મૂલ્યાંકન માટે નથી. આ સર્વેક્ષણના કોઈ માર્ક જાહેર કરવામા નહીં આવે. આ સર્વેક્ષણ હળવું કરાવવા બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘ સુરત જિલ્લાના શિક્ષકો વતી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે અને જણાવેલ કે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ હંમેશા પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો માટે ચિંતિત રહે છે અને અગામી તારીખ 24 ના સુરત જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકોને આ સર્વેક્ષણમાં જોડાવા માટે અપીલ કરેલ છે. જેની જિલ્લાસંઘના તમામ હોદ્દેદારો, રાજ્ય સંઘના હોદ્દદારો, તાલુકા સંઘના પ્રમુખ, મંત્રી હોદ્દેદારો એ નોંધ લેવી. આ નિર્ણય રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કોર કમિટી બનાવી લેવામાં આવેલ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ