જમીઅત ઉલમા હિંદ સુરત વિભાગના સદસ્યો અબ્દુલ રસીદ ભાઇ (મલેકપુર) હૈદરભાઈ (હથોડા) મૌલાના ઇસ્માઇલ સરકાર સોહેલ નૂર (એડવોકેટ) મહારાષ્ટ્ર પુર ગ્રસ્ત વિસ્તાર પહોચી તેઓની સાથે જમીઅતે ઉલ્મા મહારાષ્ટ્રના સભ્યોને સાથે રાખી મહાડ, ચૂપણ, કોંકણ, રજવાડી ગામ સિપ્લુનને કેજે પૂરેપૂરા પાણીમાં ખલાસ થઈ ગયા છે ત્યાં પહોંચી જરૂરિયાત મુજબ લોકોને અનાજની કીટ, અને રોકડ રકમ આપવામાં આવી રહી છે. આ પુર-રાહત માટે કાસીમ જીભાઈ, મોસાલી ગામના મકસુદભાઈ માંજરા (લાલ ભાઈ) તેમજ મોસાલી ગ્રામજનો તરફથી પણ બે લાખની મદદ કરવામાં આવેલ છે તેમજ અન્ય દાતા તરફથી પણ મદદ મળે મળેલ છે સુરત જિલ્લાના ગામે ગામથી ઉઘરાણું કરી લાખોની સહાય કરી છે આમ ખૂબ સારી મદદ મળેલ છે એમ જમીઅતે હિન્દ માંગરોલ વિભાગના સેક્રેટરી એડવોકેટ સોહેલ નૂરે જણાવેલ છે હાલ મદદની કામગીરી ચાલુ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement