સાગબારા તાલુકાના બર્કતુરા ગામના ખેતરમાંથી ખેતરમાંથી 1.56 લાખની કિંમતનો 15 કિલો 600 ગ્રામ ગાંજો પકડાયો છે. એસ.ઓ.જી નર્મદાએ આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એમ.એસ. ભરાડા ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તેમજ હિમકર સિંહ જીલ્લા પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ જીલ્લામાં નાર્કોટીક્સ ને લગતી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર રેઈડ કરી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જે આધારે કે.ડી.જાટ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી. નર્મદા તથા એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચામુભાઇ વાલજીભાઇ વસાવા (રહે.બર્કતુરા ગામની, સીમામાં, તા.સાગબારા, જી.નર્મદા.) નાં ખેતરમાંથી રેઈડ કરી લીલો ગાંજો ૧૫ કીલો ૬૦૦ ગ્રામ
કિ.રૂ.૧,૫૬,૦૦૦- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી સાગબારા પો.સ્ટે.માં એન.ડી.પી.એસ.
એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે આરોપીને સાગબારા પોલીસને સોંપવામાં આવેલ છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા