– 7 ઓગસ્ટથી 14 ઓગસ્ટ, 2021 દરમિયાનના 7 દિવસના સમયગાળામાં 30,467 લોકોની રસીકરણ માટે નોંધણી કરાઈ હતી.
– ધારાવી અને વરલીની ઝૂંપડપટ્ટીઓમાં 32,000 થી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
ભારતની અગ્રણી સામાન્ય વીમા કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એક સપ્તાહમાં 30,000 થી વધુ લોકોને રસીકરણ માટે નોંધણી કરાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નવું ટાઇટલ સ્થાપિત કર્યું છે. વધુમાં, આ વ્યક્તિઓ તથા અન્યોને રસી આપવામાં આવી હતી, જેના પરિણામે મુંબઈમાં ધારાવી અને વરલીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 32,000 થી વધુ લોકોને રસી અપાઈ હતી. આ સીમાચિહ્ન સુરાના સેઠિયા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગમાં પ્રાપ્ત થયું હતું.
કોવિડ મહામારીની એક પછી એક લહેર ફરીથી આવી રહી છે, તેને જોતાં લોકોને રસી આપવાનું સૌથી મહત્વપૂર્ણ બની રહ્યું છે. સમાજના વંચિત વર્ગને ગેરલાભ એ છે કે તેમની પાસે પોતાને અને તેમના પરિવારના સભ્યોને રસી આપવા માટે લાંબા અંતરની મુસાફરી કરવા માટે સાધનો અને સુવિધા નથી. આને ધ્યાનમાં રાખીને, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે નિર્દિષ્ટ સ્થળોએ મફત રસીકરણ શિબિરનું આયોજન કર્યું. આ માટે શરૂઆતથી અંત સુધીની પ્રક્રિયાના સંકલન માટે કંપનીએ સુરાના સેઠિયા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેંટર સાથે સહયોગ કર્યો. આ સિદ્ધિને હાંસલ કરવા માટે, હેલ્થકેર સ્ટાફ રસીકરણ કેન્દ્રોમાં સાતેય દિવસ ચોવીસ કલાક કામ કર્યું. આ પ્રયાસમાં વેરિફાયર, નર્સીસ, ડોકટર્સ અને પેરામેડિકલ સ્ટાફ સહિત 60થી વધુ લોકોની ટીમ સામેલ છે.
પહેલ પર, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ કહ્યું કે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે, એક જવાબદાર કોર્પોરેટ નાગરિક હોવાના અમારા ધ્યેયને ધ્યાનમાં રાખીને સમાજના બહોળા વર્ગને યોગદાન આપવાનો અમારો સતત પ્રયાસ રહે છે. અમને 32,000 થી વધુ પાત્ર વ્યક્તિઓને રસી આપવાની તક મળી તેને પગલે તેમને વાયરસ સામે વધારાની સુરક્ષા આપવાનું પ્રોત્સાહન મળ્યું છે. અમે આ પ્રક્રિયામાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સીમાચિહ્ન હાંસલ કર્યું તે અમારા માટે વિનમ્રતાની બાબત છે. જેમ અમે આ યાત્રામાં આગળ વધશું તેમ, અમે અમારી વિવિધ સીએસઆર પહેલ દ્વારા આરોગ્ય અને સુખાકારી તેમજ માર્ગ સલામતીના ક્ષેત્રોમાં સમાજના વંચિત વર્ગના કેટલાક પડકારોને દૂર કરવાના સંદર્ભમાં અર્થપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખીશું. ”
આ પહેલ વિશે સુરાના સેઠિયા હોસ્પિટલના સીઈઓ ડો. પ્રિન્સ સુરાનાએ કહ્યું કે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે આ અભિયાન હાથ ધરવાનો સારો અનુભવ મળ્યો છે. ભારતમાં આ પ્રકારની પ્રથમ પહેલ છે, જ્યાં કોર્પોરેટ તેમની સીએસઆર પહેલ હેઠળ રસીકરણ અભિયાનને વેગ આપવા માટે આગળ આવી છે. આ સંપૂર્ણ અભિયાનમાં સુરાના હોસ્પિટલના 60થી વધુ લોકો કાર્યરત છે જેમાં નર્સીસ, ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ છે, જેઓ કોવિન રજીસ્ટ્રેશન સહિત બંને સ્થળોએ દરરોજ સરેરાશ 3000 થી વધુ લોકોને રસી આપે છે. મોટા પાયે હાથ ધરાયેલ આ રસીકરણ અભિયાનો સમગ્ર મુંબઈમાં મોટી ગીચ વસ્તીવાળા વિસ્તારમાં પ્રતિરક્ષા વિકસાવવામાં મદદ કરશે. અમને આ અભિયાન માટે લાભાર્થીઓનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે.”
રસીકરણ અભિયાન સમાજ અને સમસ્યા -કેન્દ્રિત કાર્યક્રમો અને પહેલ કે જે એકંદર સામાજિક અને આરોગ્યસંભાળ અસર ધરાવે છે તેના પ્રત્યે કંપનીની લાંબા સમયથી પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. એક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાચા અર્થમાં રાષ્ટ્રીય અને સામાજિક મહત્વના મુદ્દાઓને ટેકો આપીને વિવિધ પ્રભાવવાળા વિસ્તારોમાં ‘નિભાયે વાદે’ ની તેની બ્રાન્ડ નીતિ પ્રદર્શિત કરે છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા માન્યતા કંપનીને તેની બિઝનેસ કેન્દ્રિતતાથી આગળ વધીને મોટા પ્રમાણમાં સમાજ સહિત તમામ હિસ્સેદારોની સુખાકારીમાં યોગદાન આપવાના પ્રયત્નોની સાક્ષી છે.
વર્તમાન મહામારી વચ્ચે વધારાની સહાય પૂરી પાડવા માટે, કંપનીએ આ વર્ષની શરૂઆતમાં નાગપુર, દિલ્હી અને લખનૌમાં 1,000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું વિતરણ કર્યું હતું. આ સ્થળોએ બીજી લહેરની શરૂઆતમાં, કોવિડ પોઝિટિવ કેસોની ઊંચી સંખ્યા જોવા મળી હતી. કંપનીએ પશ્ચિમ બંગાળમાં નિયોટિયા ગ્રુપની ભાગીદારીમાં માત્ર 12 દિવસના રેકોર્ડ સમયમાં 58 ખાટલાનું સમર્પિત કોવિડ કેર સેન્ટર પણ સ્થાપ્યું હતું.
સૂચિત્રા આયરે