અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટીની એક અગત્યની મિટિંગ હલીમશાહ દરગાહ પર યોજાઈ હતી જેમાં તાજીયા કમિટીના પ્રમુખ અને સેક્રેટરી સહિતના હોદ્દેદારો તેમજ દરેક વિસ્તારના મુખ્ય આયોજકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે દેશમાં કોરોનાનું કહેર યથાવત છે, કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે સાવચેતીના ભાગરૂપે આ વર્ષે પણ તાજીયા જુલુસ નહિ કાઢવાનું આયોજકો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું અને તાજીયા કમિટી જે નક્કી કરશે તેને સર્વે આયોજકોનો ટેકો રહેશે એવો એક ઠરાવ પસાર કરવામાં આવ્યું, જેના સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શહેર પીઆઇ રબારી સાહેબ જોડે તાજીયા કમિટીના હોદ્દેદારો તેમજ આયોજકો જોડે એક મિટિંગ યોજાઈ જેમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે આ વર્ષે કોરોનાને કારણે તાજીયા જુલુસ નહિ કાઢવામાં આવે અને જે કઈ રીતિરીવાજો છે કે વિધિ છે એ તાજીયા સ્થળ પર જ પુરી કરવામાં આવશે, જે પ્રસંગે પોલીસ ઇન્સ્પેકટર રબારી સાહેબ, તાજીયા કમિટી પ્રમુખ બખ્તિયાર પટેલ, કમિટી સેક્રેટરી વસીમ ફડવાલા, સંચાલન પ્રમુખ નૂરભાઈ, ઉપપ્રમુખ અબ્દુલકદારભાઈ ઘંટીવાળા, તેમજ આયોજકો પૈકી સિદ્દીકભાઈ ઘોણીયાવાળા, કૌશરભાઈ કુરેશી, સાદિક મુજાવર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટીની સંમતિથી આ વર્ષે નહીં નીકળે તાજિયા જુલૂસ.
Advertisement