ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી હાલ સુધી માત્ર ઝાપટાં રૂપે જ વરસાદ વરસવા પામ્યો છે જાણે વરસાદ હાથતાળી આપી અને જતો રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. વરસાદ 15 દિવસમાં માત્ર એક જ વાર ઝાપટાં સ્વરૂપે વરસી રહ્યો છે ત્યારે ખેડૂતો તો ચિંતાતુર બન્યા છે તેની સાથે લોકો પણ ચિંતાતુર બન્યા છે.
વાતાવરણમાં થઇ રહેલ બફારો મુખ્ય કારણ છે. નાના હતા ત્યારે આવ રે વરસાદ ઢેબર્યો વરસાદ ઉની ઉની રોટલી અને કારેલાનું શાક જેવા ગીતો ગાય અને વરસાદને બોલાવતા હતા અને મેઘરાજાનું આગમન થતાં હર્ષો ઉલ્લાસની લાગણી ફેલાઈ જતી હતી. આ વર્ષે વરસાદ નહિવત દેખાતા અંકલેશ્વર પંથકની મહિલાઓએ મેહુલિયો બનાવી અને પાનતકમાં લઈને નિકળી હતી અને મેઘરાજાના આગમન માટેના ગીતો ગઈ રહી હતી.
માનવમાં આવે કે વરસાદ જયારે ન વરસે ત્યારે મેઘરાગ ગાવામાં આવે છે જેથી મેહુલયો વરસે જે જૂની પરંપરા છે તેનો ઉપયોગ કરી મહિલાઓ દ્વારા મેઘરજના આગમન અર્થે ગીતો ગાવામાં આવ્યા હતા.