હવે જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે. કૃષ્ણના ભક્તોએ જન્માષ્ટમીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બજારમાં પણ ખરીદી માટે લોકોની રોનક જોવા મળી રહી છે. ભક્તો શ્રગવાન કૃષ્ણ માટે કપડાથી લઈને તમામ વસ્તુઓ તૈયાર કરાવી રહ્યાં છે. સુરતમાં પણ ચાંદીના પારણાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમી નજીક આવી રહ્યાં છે ત્યારે લોકો ભગવાનની અનોખી રીતે પૂરા કરવા ઈચ્છે છે.
જન્માષ્ટમી નજીક આવી રહી છે ત્યારે ભક્તો પણ આ તહેવારને ધામધૂમપૂર્વક ઉજવવા માટે તૈયાર છે. સુરતમાં આવા એક કૃષ્ણ ભક્તએ જન્માષ્ટમી માટે 5 કિલો વજનનું ચાંદીનું પારણું તૈયાર કરાવ્યું છે. રાજસ્થાની કારીગરો દ્વારા આ ખાસ પારણું તૈયાર કરવામાં આવ્યું છે. હાલના સમયમાં ચાંદીના ભાવમાં ઘટાડો થયો હોવાને કારણે બજારમાં રૂપિયા 500થી લઈને 5 લાખ સુધીના અલગ-અલગ પારણા મળી રહ્યાં છે.
દર વર્ષે જન્માષ્ટમીના સમયમાં કૃષ્ણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ભક્તો પોતાના ભગવાન માટે અનનવુ કરતા હોય છે. કોઈ ભગવાન માટે ખાસ કપડા બનાવળાવે તો કોઈ અવનવા આભૂષણો પણ બનાવતા હોય છે. આમ આ વર્ષે સુરતમાં ચાંદીના પારણાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે લોકો ચાંદીનું પારણું બનાવળાવી પોતાના પૈસાનું રોકાણ પણ કરી રહ્યાં છે.