ગુજરાતમાં દુધમાં સાંકરની જેમ ભળી ગયેલા પારસીઓએ કોરોનાની મહામારી વચ્ચે આજે અગિયારીમા પાક આતસ બહેરામને પ્રાર્થના કરી હર્ષોલ્લાસ સાથે ૧૩૯૧મું પારસી નવું વર્ષ પતેતી ઉજવ્યુ હતુ.
હજારો વર્ષ પૂર્વ ઈરાનથી દક્ષિણ ગુજરાતના કાઠાના સંજાણ બંદરે ઉતરેલા પારસીઓ અહિં દુધમાં સાંકરની જેમ ભળી ગયા હતા. સંજાણ બંદરે ઉતર્યા બાદ પારસીઓ નવસારી તરફ વધ્યા, અહિં તેમને ઈરાનના સારી શહેર જેવો નજારો જોવા મળ્યો, જેથી પારસીઓએ નવુ સારી નામ આપ્યુ અને આજે અપભ્રંશ થઈ નવસારી તરીકે ઓળખાય છે. પારસીઓના ૧૦ દિવસના મુક્તાદ બાદ આજથી એમના નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. જેને પારસીઓ પતેતી તરીકે મનાવે છે. જોકે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને જોતા મોટેભાગના પારસી પરિવારોએ પોતાના ઘરે જ રહીને પુજા અર્ચના કરી હતી. જોકે કેટલાક પરિવારો આજે વહેલી સવારથી અગિયારીએ ઉમટી પડ્યા હતા અને આતસ બહેરામને પુષ્પ અર્પણ કરી, સુખડના લાકડાના ટુકડાઓ અર્પણ કરી અને લોબાનની આહુતી આપી પ્રાર્થના કરી હતી. અગિયારીમાં દર્શન બાદ પારસીઓએ એક-બીજાને નવરોઝની મુબારકબાદી આપી હતી.