તિલકવાડા તાલુકાના બૂંજેઠા ગામ નજીક રાત્રીના સમયે રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહનની ટક્કરે દીપડો આવી જતા દીપડાનુ ઘટના સ્થળે જ કરુણ મોતની પજ્યું હતું. મોતને ભેટેલા દીપડાને જોવા ઘટના સ્થળે લોકટોળાં ઉમટ્યા હતા. જોકે વનવિભાગને જાણ થતાં દીપડાને રેસ્ક્યુ કરીને તિલકવાડા પશુ ચિકિત્સાલય પર લઈ જવામાં આવ્યો હતો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે બેફિકરાઈથી વાહનો ચલાવતા વાહન ચાલકોની બેદરકારીનો ભોગ નિર્દોષ વન્ય પ્રાણીઓ બનતા હોઈ જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રવર્તી હતી.
તિલકવાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ઘણા પ્રકારના જાનવરો વસવાટ કરતા હોય છે અને આ જાનવરો ઘણીવાર ખેતર વિસ્તારમાં રોડ વિસ્તારમાં નજરે પડતા હોય છે પરંતુ સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન તિલકવાડા તાલુકાના બૂંજેઠા ગામ નજીક ૮ થી ૧૦ વર્ષીય દીપડાનું રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું હોવાની ઘટના બની છે ઘટના બનતા જ આસપાસના વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં મૃત્યુ પામેલા દીપડાને જોવા માટે સ્થળ પણ ઉમટી પડ્યા હતા
ઘટનાની જાણ થતાં તિલકવાડા ફોરેસ્ટ વિભાગના અધિકારી RFO ગભાણીયા તેમજ તિલકવાડા પોલીસ વિભાગના PSI વસાવા પોતાના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને મૃત્યુ પામેલા દીપડાને રેસ્ક્યુ કરીને તિલકવાડા પશુ ચિકિત્સાલય પર લઈ જવામાં આવ્યા હતો.
જ્યોતિ જગતાપ, રાજપીપલા