સુરત RTO ધ્વારા પ્રોફેશનલ વર્કિંગ લોકો માટે મોટી રાહત આપવામાં આવી છે. જેમાં આરટીઓ દ્વારા પાકા લાઇસન્સ માટેની ટેસ્ટનો સમય હવે સવારે સાડા છ વાગ્યાથી રાત્રીના સાડા નવ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. જેને લઈને આ પ્રકારનાં લોકોને મોટી રાહત મળી છે. આ ઉપરાંત શરૂવાતના ધોરણે પાકા લાયસન્સ કઢાવવા માટેના નવ જેટલાં ક્વોટા હતા. તે વધારી ૧૪ કરી દેવામાં આવ્યા છે.
પ્રોફેશનલ વર્કિંગ સાથે સંકળાયેલા લોકોને ધ્યાનમાં રાખી સુરત આરટીઓ કચેરી દ્વારા પાકા લાયસન્સની ટેસ્ટ માટેના સમયમાં ફેરફાર કરી વાહન ચાલકોને મોટી રાહત આપવામાં આવી છે. આરટીઓ દ્વારા પાકા લાયસન્સ માટેની ટેસ્ટનો સમય હવે સવારે સાડા છ વાગ્યાથી રાત્રીના સાડા નવ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. જ્યાં આરટીઓ કચેરીમાં વાહન ચાલકો પોતાના પાકા લાઇસન્સ માટેની ટેસ્ટ રાત્રીના સાડા નવ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન પણ સરળતાથી આપી શકશે.
સુરત આરટીઓ કચેરીના અધિકારીના જણાવ્યાનુસાર, આરટીઓમાં શરૂઆતના ધોરણે પાકા લાઇસન્સ કઢાવવા માટેના નવ જેટલાં ક્વોટા હતા,તે વધારી 14 કરી દેવામાં આવ્યા છે. જેમાં પહેલાંની સરખામણીએ હવેથી ટુ વ્હીલ માટેના પાકા લાઇસન્સ માટે 165 જેટલી એપોઈન્ટમેન્ટ અને ફોર વ્હીલ કાર માટે 100 જેટલી એપોઇન્ટમેન્ટ લેવામાં આવી રહી છે. હમણાં સુધી જોવામાં આવ્યું છે કે, પ્રોફેશનલ વર્કિંગ સાથે સંકળાયેલા લોકોને સવાર અથવા બપોરના સમય દરમ્યાન પાકા લાઇસન્સ કઢાવવા માટે એપોઇન્ટમેન્ટ લીધી હોવા છતાં તેઓ સમયના અભાવે આરટીઓ ટેસ્ટ માટે આવતા નથી.